ગુજરાતના આ ગામડામાં કેટલા કરોડપતિ હશે તે તો ખબર નથી પણ કુતરાઓ છે ! વિશ્વાસ ના આવતો હોય તો વાંચો આ True Story

|

Aug 08, 2022 | 1:22 PM

આ ગામમાં કુતરાઓ પણ કરોડપતિ છે કારણ કે આ ગામમાં કુતરાઓ માટે 20 વીઘા જેટલી રોડ ટચ જમીન (land)  છે, જેનો ભાવ આજે 5 કરોડોમાં છે.

ગુજરાતના આ ગામડામાં કેટલા કરોડપતિ હશે તે તો ખબર નથી પણ કુતરાઓ છે ! વિશ્વાસ ના આવતો હોય તો વાંચો આ True Story
Millionaire dogs

Follow us on

Banaskantha news : સામાન્ય રીતે આપણે માણસોને કરોડપતિ થતા જોયા છે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે કુતરા(DOGS)  પણ કરોડપતિ હોય ….જી હા આ વાત એકદમ સાચી છે. બનાસકાંઠાના (Banaskantha) પાલનપુર તાલુકાના કુશકલ ગામ (Khushkal village) જેમાં સૌથી વધારે ચૌધરી સમાજના (Chaudhari community) લોકો વસવાટ કરે છે, આશરે 7000 જેટલા વસ્તી ધરાવતું આ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે. અહીંના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલ છે. આ ગામમાં કુતરાઓ પણ કરોડપતિ છે કારણ કે આ ગામમાં કુતરાઓ માટે 20 વીઘા જેટલી રોડ ટચ જમીન (land)  છે, જેનો ભાવ આજે 5 કરોડોમાં છે.

રોડ ટચ જમીનના ભાવ  5 કરોડોમાં !

અહીંના રખડતા કુતરાઓ (Stray dog)  માટે ગામ લોકોએ રાખી મૂકી છે, વર્ષો પહેલા નવાબો (NAVAB) જ્યારે રાજ કરતા હતા ત્યારે નવાબોએ પાઘડી તરીકે જમીન અહીં ગામ લોકોને ખેતી કરવા માટે આપી હતી. આ ગામ પહેલેથી જ દયા ભાવના અને ધર્મમાં માનનારો ગામ હોવાના કારણે ત્યાંના પુર્વજોએ (Ancestors)વિચાર્યું કે આપણી તો ગમે ત્યાંથી મહેનત કરીને પેટ ભરી લઈએ પણ આ રખડતા કૂતરાઓનું શું ? ત્યારે તે સમયમાં બધા ગામ લોકોએ એકઠા થઈને નક્કી નવાબોએ જે જમીન આપી હતી તે જમીન તેમની વાવેતર કરવાના બદલે 20 વીઘા જેટલી જમીન કુતરાઓ હસ્તક કરી દીધી. આ રોડ ટચ જમીનની કિંમત અત્યારે કરોડોમાં છે.

કુતરાઓ પ્રત્યે ગ્રામ્યજનોમાં ભારોભાર દયા-લાગણી

આ જમીનની કિંમત હાલ પણ એક વીઘાના 25 લાખ આસપાસ બોલી બોલાઈ રહી છે, એટલે કે આ 20 વીઘા જમીન ની કિંમત 5 કરોડ જેટલી છે.આ ગામમાં જે જમીન કુતરાઓ માટે રાખવામાં આવે છે તે જમીનમાં ચોમાસા(Monsoon)  દરમિયાન અથવા તો આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને તેમાં પાક ઉગાડવામાં આવે છે અને એ પાકમાંથી જે પણ પણ ઉપજ મળે છે તેમાંથી પૈસા કુતરાઓ માટે મૂકી રાખવામાં આવે છે અને ગામના લોકો ભેગા થઈ કૂતરાઓને મિષ્ઠાન (Sweet) અને તેમને ખોરાક આપે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હાલ કૂતરાઓને ખોરાક બનાવવા માટેના તમામ મોટા વાસણો પણ ગામ લોકોએ ભેગા ખરીદ્યા છે.કુશકલ ગામના લોકોમાં પહેલેથી જ કુતરાઓ પ્રત્યે દયા ભાવના જોવા મળી રહી છે અહીંના લોકો ફક્ત જમીનમાંથી જે ઉપજ મળે,તેમાંથી જ જમવાનું આપે એવું નથી.અહીં જે 600 જેટલા મકાનો છે તે મકાનોમાંથી તમામને એક- એક દિવસ 5 થી 10 કિલો લોટના બાજરાના રોટલાઓ કુતરાઓ માટે બનાવવામાં આવે છે.

 

(વીથ ઈનપૂટ- અતુલ ત્રિવેદી,બનાસકાંઠા)

Next Article