Gujarat નું એક એવું ગામ જ્યાં નથી પ્રગટાવવામાં આવતી હોળી

|

Mar 15, 2022 | 11:54 PM

રામસણ ગામના સરપંચ રમેશસિંહ દરબારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતા નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધુવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.

Gujarat નું એક એવું ગામ જ્યાં નથી પ્રગટાવવામાં આવતી હોળી
Banaskantha village in Gujarat where Holi is not lit (File Image)

Follow us on

બનાસકાંઠાના(Banaskantha)ડીસા તાલુકાના રામસણ ગામમાં નથી ઉજવાતી હોળી રામસણ(Ramsan)ગામ માં છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી હોલિકા દહનનો(Holika Dahan)કાર્યક્રમ રાખવામાં આવતો નથી. પૂર્વજો દ્વારા જ હોલિકા દહન ગામમાં થતું ન હોઈ અત્યારે આધુનિક સમયમાં પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. વર્ષો જુની પોતાની પરંપરા રામસણ ગામમાં આજે પણ અકબંધ છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ આ વિસ્તારમાં પ્રચલિત છે. જેની પાછળનું કારણ છે રામસણ ગામમાં નથી પ્રગટાવવામાં આવતી હોળી. હોળી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે. ગામમાં રામેશ્વર મહાદેવના પૂજારી રમેશભારથીએ જણાવ્યું હતું કે રામસણ ગામમાં અનેક લોકવાયકાઓના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજદિન સુધી તોડવામાં આવી નથી. જેના કારણે ગામના લોકો હોળી પ્રગટાવતા નથી. વર્ષો પહેલા હોળી પ્રગટાવવા થી રામસણ ગામમાં બે વખત આગ લાગી હતી. જે બાદ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવી નથી. પૂર્વજો દ્વારા ચાલી આવતી આ પરંપરાને આજે પણ ૨૧ મી સદીમાં પણ અકબંધ રાખવામાં આવી છે.

અમે વર્ષોથી ચાલી આવતી અમારી પરંપરા જાળવી રાખી છે

રામસણ ગામના સરપંચ રમેશસિંહ દરબારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતા નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધુવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.

21 મી સદીમાં પણ રૂઢિગત પરંપરાઓ ગ્રામીણ વિસ્તારમાં યથાવત

એકવીસમી સદીમાં ભલે લોકો મોબાઈલના ટેરવે તમામ વસ્તુઓનું જ્ઞાન મેળવી લેતા હોય છે. તેમજ અંધશ્રદ્ધા અને માન્યતાઓને પ્રાધાન્ય ન આપતા હોય. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં આજે પણ રૂઢિગત ચાલી આવતી સામાજિક પરંપરાઓ અકબંધ રાખવામાં આવી છે. તેના જ કારણે રામસણ ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી હોલિકા દહન કાર્યક્રમ રાખવામાં આવતો નથી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનું 79 દિવસથી આંદોલન, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે સફાઈ કામદારોની મુલાકાત લીધી

આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે

 

Next Article