ગુજરાતના ગૌશાળા સંચાલકોએ ફરી સહાયની માગ કરી, જાણો શું છે વારંવાર સહાય માગવાનું કારણ

|

Feb 14, 2022 | 11:55 AM

ગુજરાતની 550થી વધુ ગૌશાળા તેમજ 250થી વધુ પાંજરાપોળમાં 6.5 લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે, ગૌશાળા અને પાંજરાપોળ ગૌભક્તોના દાનથી જ ચાલતા હોય છે પણ કોરોના બાદ દાનની આવક ઘટતાં ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે

ગુજરાતના ગૌશાળા સંચાલકોએ ફરી સહાયની માગ કરી, જાણો શું છે વારંવાર સહાય માગવાનું કારણ
ગુજરાતની 550 થી વધુ ગૌશાળા તેમજ 250 થી વધુ પાંજરાપોળમાં પણ સાડા છ લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે.

Follow us on

હિંદુ ધર્મ ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે. ગાય અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર પણ છે. પરંતુ આધુનિક સમયમાં ગાય ની પરિસ્થિતિ વિકટ બની છે. ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે જ ગાય રસ્તા પર રખડતી અને રઝળતી જોવા મળી રહી છે. ગુજરાત (Gujarat) ની 550 થી વધુ ગૌશાળા તેમજ 250 થી વધુ પાંજરાપોળમાં પણ સાડા છ લાખથી વધુ બિન ઉપયોગી ગૌધન નિર્વાહ કરી રહ્યું છે.

ગાય (cow) ના અધિકાર તેમજ તેના રક્ષણ માટે કામ કરતાં ગૌભક્તો અને ગૌશાળા (Gaushala) ના સંચાલકો સરકાર પાસે ગૌવંશને બચાવવા માટે તેમજ ગૌશાળા ચલાવવા માટે કાયમી સહાયની માંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ગૌ શાળાના સંચાલકો અને ગૌ ભક્તો સરકાર પાસે વારંવાર આ મામલે રજૂઆતો કરે છે પરંતુ પરિણામ મળ્યું નથી.

કોરોના બાદ ગૌશાળા અને પાંજરાપોળની દાન આવકમાં ધરખમ ઘટાડો

કોરોના મહામારી બાદ મોટાભાગના ઉદ્યોગ ધંધાની આવક ઘટી છે. ધંધા-રોજગારમાં મંદીના કારણે જે ભક્તો ગૌશાળા અને પાંજરાપોળમાં દાન (Donations) કરતા હતા. તેમના દાન ની આવક ઘટી છે. કોરોના મહામારી પહેલા ગૌશાળા અને પાંજરાપોળ ગૌભક્તોના દાનની સરવાણી થી જ ચાલતા હતા. પરંતુ દાનની આવક ઘટતાં ગૌશાળામાં ગૌવંશ ઘાસચારાની મુશ્કેલી અનુભવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી ગૌશાળા સંચાલકો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ દાનની આવકમાં ઘટાડો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

દેશના કેટલાક રાજ્યોમાં સરકાર ગૌશાળા અને પાંજરાપોળને આપે છે કાયમી સહાય

દેશમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ગૌશાળા અને પાંજરાપોળ માટે કાયમી સહાયની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત ગૌશાળામાં રહેલા પશુધન ના આધારે પ્રતિ પશુ દૈનિક સહાય આપવામાં આવે છે. ગુજરાતના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો પણ સરકાર પાસે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ ગૌશાળામાં રહેતા ગૌધનને કાયમી સહાય આપે તે માટેની માંગ કરી રહ્યા છે. જે માંગ ઉગ્ર બની છે. આગામી સમયમાં ગૌશાળા સંચાલકો કાયમી સહાય મેળવવા સરકાર સામે લડવા તૈયાર છે.

 

પથમેડા ગૌધામના મહંત દત્તશરણાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વાવના ટડાવ ખાતે ગૌભક્તોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાવના ટડાવ ખાતે ત્રણ જીલ્લાના સંચાલકોએ કાયમી સહાય મેળવવા આંદોલન સુધી કરવાની તૈયારી દર્શાવી

વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌધામના મહંત દત્તશરણાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વાવના ટડાવ ખાતે ગૌભક્તોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મીટિંગમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર (Government of Gujarat)  પણ કાયમી સહાય આપે તે માટેની માંગ ઉગ્ર બની છે. આ માંગને લઇને આગામી સમયમાં દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી ગુજરાત સરકાર ગૌશાળા અને પાંજરાપોળ અને કાયમી સહાય આપે તે માટેની માંગ મુકવામાં આવશે. જો સરકાર ગૌભક્તોની આ માગણી નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગૌભક્તોએ કાયમી સહાય મેળવવા માટે આગામી સમયમાં સરકાર માંગ ન સ્વીકારે તો ગૌશાળા અને પાંજરાપોળને તાળા મારી તેની ચાવી સરકારી અધિકારીઓને સોંપવામાં તેની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ  અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત

આ પણ વાંચોઃ Surat: એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા મામલે ગૃહ રાજ્યપ્રધાન મૃતકના પરિવારને મળ્યા, પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી આપી

Next Article