અસંખ્ય ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી (Ambaji) સ્થિત ગબ્બર તળેટીની પરિક્રમાં હવે શરૂ થવા જઈ રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8થી 10 એપ્રિલના રોજ 51 શક્તિપીઠ મહોત્સવ યોજાશે. ત્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર 51 શક્તિપીઠની પરિક્રમાનું આયોજન કરાયું છે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને (Devotees)અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ થશે. પરિક્રમા સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગરબા તેમજ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું ઉદઘાટન કરવામાં આવશે.
યાત્રાધામ અંબાજીમાં તમામ 51 શક્તિપીઠોના દર્શન એક સાથે ભક્તો કરી શકે તેવી એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ 51 શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે.
અંબાજીમાં ગબ્બર તળેટીની પરિક્રમા કરીને અંબાજી દર્શને આવતા કરોડો માઈભક્તોને હવે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે. ત્રણ દિવસીય પરિક્રમા દરમિયાન માઈભક્તોને અગવડ ન પડે તે માટે વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ 14 સમિતિઓ બનાવવામાં આવી છે.
જેમાં આરોગ્ય સમિતિ, ઇમરજન્સી સારવાર સમિતિ, ઇમરજન્સી રિસ્પોન્સ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિ, વિદ્યુત પ્રવાહ સમિતિ, અંબાજી તથા ગબ્બર તરફના પ્રવેશ માર્ગ પરના નિયંત્રણ અને પાર્કિગ સમિતિ, ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ ઉપર સંચાલન સમિતિ, રખડતાં ઢોરોનું નિયંત્રણ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, વી.આઇ.પી. પ્રોટોકોલ અને લાયઝન સમિતિ, વિભિન્ન સંસ્થાઓનું સંકલન, મહાઆરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું સંકલન સમિતિનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો