Ambaji મા અંબાને ભક્તએ 500 ગ્રામ સોનાની ભેટ ધરાવી, ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ
ગુજરાતના (Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)ભાદરવી પૂનમના મેળાને(Bhadarvi Poonam Fair) લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં આજે અમદાવાદના ભક્ત દ્વારા માં અંબાને 500 ગ્રામ સોનાની ભેટ આપવામાં આવી છે.

ગુજરાતના (Gujarat) પવિત્ર યાત્રાધામ અંબાજીમાં(Ambaji)ભાદરવી પૂનમના મેળાને(Bhadarvi Poonam Fair) લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં આજે અમદાવાદના ભક્ત દ્વારા માં અંબાને 500 ગ્રામ સોનાની ભેટ આપવામાં આવી છે. જ્યારે ભાદરવી પૂનમને લઇ લાખો ભક્તો મા અંબેના દર્શને માટે આવી રહ્યા છે. તેમજ સમગ્ર માસ દરમ્યાન મા અંબેને ભક્તો દ્વારા સોના ચાંદી સહિતની ભેટ આપવામાં આવી રહી છે.
અંબાજીમાં આજે ભાદરવી પૂનમના પાવન અવસરે લાખો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માના દરબારમાં પહોંચશે અને માના શરણે શીશ ઝૂકાવશે, ત્યારે મંદિર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ભાવિકોને દર્શન માટે પૂરતી સુવિધા મળે તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મંદિરને પણ સરસ રીતે સુશોભિત કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી કરોડો માઈભક્તોના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. ત્યારે ભાદરવી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ભાદરવી પૂનમના મેળાને લઈને માનવ મહેરામણ ઉમટશે. મોટી સંખ્યામાં માઈભક્તો માના શરણમાં શીશ ઝૂકાવવા પહોંચશે.
મેળો પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ ચઢાવશે ધજા
મેળો પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ પણ માના મંદિરમાં ધજા ચડાવશે. ભક્તોને આવકારવા માટે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે તો બીજી તરફ પોલીસ દ્વારા પણ સુરક્ષા અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતના અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં 05 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે.
શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના પાંચમાં દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે રાજકોટથી પણ એક સંઘ 14 દિવસની લાંબી પદયાત્રા કરીને અંબાજી ધામ પહોંચ્યો છે. રાજકોટથી આવેલા સંઘે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં પહોંચી ધજા અને માંડવી અર્પણ કરી હતી. આ સંઘ છેલ્લા 21 વર્ષથી રાજકોટથી અંબાજી ખાતે પદયાત્રા કરીને પહોંચે છે. ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે. ત્યારે વિવિદ સંઘો સાથે માઇભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.
ચોથા દિવસે ભાવિકોએ માણી ગરબાની રમઝટ
નવરાત્રિને હજી વાર છે પરંતુ માઇભકતોએ અંબાજીમાં મા અંબાના સાનિધ્યમાં ગરબા રમીને વિશેષ ભક્તિ અદા કરી હતી. અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તો અંબાજી માતાને 1 કિમી લાંબી ધ્વજા અર્પણ કરાઈ છે. દાહોદના લીમખેડાનો સંઘ 1 કિલોમીટર લાંબી ધ્વજા સાથે અંબાજી પહોંચ્યો હતો અને 1152 ગજની ધ્વજા માતાજીને અર્પણ કરી હતી.