Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડીસામાં 9 આસોપાલવ વૃક્ષો અજાણ્યા શખ્સ કાપી ગયા, મામલો પોલીસ મથકે પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લાના ડીસા નગર પાલિકાએ 9 ઝાડની ચોરીને લઈને પોલીસ ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી કરી છે. પર્યાવરણના જતન માટે ઉછેરેલા વૃક્ષો અજાણ્યા શખ્શો રાત્રી દરમિયાન ચોરી કરી લઈ જવાને પગલે ડીસા નગર પાલિકાના ચીફ ઓફિસરે આ માટે તાલુક પોલીસ મથકને ફરિયાદ નોંધી તસ્કરોની સામે કાર્યવાહી કરવા જાણ કરી છે.

ડીસામાં 9 આસોપાલવ વૃક્ષો અજાણ્યા શખ્સ કાપી ગયા, મામલો પોલીસ મથકે પહોંચ્યો
આસોપાલવ કાપી જતા કાર્યવાહી
Follow Us:
| Updated on: Jan 12, 2024 | 4:28 PM

તસ્કરો આમ તો ઘર અને દુકાન તેમજ અન્ય સ્થળોએ ચોરી મચાવીને શિયાળામાં ત્રાસ વર્તાવી રહ્યા છે. આ દરમિયાન ડીસા નગર પાલિકાએ ઉછેર કરેલા વૃક્ષો પણ કોઈ તસ્કર ચોરી કરી લઈ જવાની ઘટના સામે આવી છે. ડીસા નગર પાલિકાના ચિફ ઓફિસરે આ મામલે હવે પોલીસ કાર્યવાહી માટેની પ્રક્રિયા શરુ કરી છે.

એક તરફ હાલમાં પાલિકાઓ અને ગ્રામ પંચાયતો તથા મહાનગર પાલિકાઓ ગ્રીન સિટી અને વિલેજ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે અનેક પ્રયાસો કરીને હરીયાળી વધારવા માટે પ્રયાસ કરતા હોય છે. આ દરમિયાન ડીસા પાલિકાની સાઈટમાંથી તસ્કરો વૃક્ષો કાપી જવાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

ચિફ ઓફિસરે કરી કાર્યવાહી

આ દરમિયાન ડીસા નગર પાલિકાના મુખ્ય અધિકારીએ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટરને વૃક્ષ ચોરીની ફરિયાદ નોંધવા માટે લેખિત રજૂઆત કરતા મામલો સામે આવ્યો છે. જે મુજબ ડીસા નગર પાલિકાની ઘન કચરા નિકાલ સાઈટની આસપાસ અને અંદરની બાજુએ વૃક્ષો ઉછેર કરવામાં આવ્યા છે. આ વૃક્ષો થકી પર્યાવરણમાં હરીયાળો માહોલ સ્થપાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક
એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck
આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે

આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્શોએ અહીં ઉછેર કરવામાં આવેલ આસોપાલવના 9 જેટલા ઝાડને કાપીને લઈ જઈ જવામાં આવેલ છે. આમ ઝાડ કાપીને વૃક્ષોને નુક્સાન પહોંચાડ્યુ છે. આવી સ્થિતિને લઈ નગરપાલિકાએ વૃક્ષો અને પર્યાવરણને નુક્સાન પહોંચાડવાને લઈ ચિફ ઓફિસરે પોલીસ કાર્યવાહી હાથ ધરવા માટે જાણ કરી છે.

આ પણ વાંચો: બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો ચિંતામાં, સાબરકાંઠામાં આ કારણથી થઈ પરેશાની

પાલિકાએ ઉઠાવ્યુ મહત્વનુ કદમ

એક રીતે તો આસોપાલવના વૃક્ષો થકી ના ફળ કે ના લાકડાની આવક પાલિકા ભવિષ્ય કે વર્તમાનમાં થનારી છે. પરંતુ જે રીતે પર્યાવરણની રીતે અજાણ્યા શખ્શોએ નુક્સાન પહોંચાડ્યુ છે અને વૃક્ષ કાપી નાંખ્યા છે, તેને લઈ કાર્યવાહી કરવાની સરાહના થઈ રહી છે. પાલિકાએ આ દીશામાં સેનેટરી ઈન્સ્પેકટર મારફતે રિપોર્ટ પણ તૈયાર કર્યો છે અને તેને આધારે ફોજદારી ગુનો નોંધવા માટે કાર્યવાહી કરી છે. આમ હવે આરોપીઓ સુધી પહોંચવામાં આવે અને પર્યાવરણના દુશ્મનો સામે યોગ્ય કાર્યવાહી થાય એ જરુરી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">