Banaskantha: નડાબેટ ખાતે દેશની સુરક્ષામાં તૈનાત જવાનોને કાંડે બંધાઈ હેતની રાખડી

|

Aug 11, 2022 | 8:13 PM

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાની સીમા પર આપણા દેશની સુરક્ષા કરતા BSFના જવાનો સાથે દેશની મહિલાઓએ ભારત-પાકિસ્તાનની ઝીરો પોઈન્ટ બોર્ડર પર પહોંચી સૈનિકોને રાખડી બાંધી મહિલાઓ આનંદ વ્યક્ત કર્યો હતો.

Banaskantha: નડાબેટ ખાતે દેશની સુરક્ષામાં તૈનાત જવાનોને કાંડે બંધાઈ હેતની રાખડી
Soldiers deployed for the security of the country celebrated Raksha Bandhan at Nadabet

Follow us on

દેશના વીર જવાનો ખરા અર્થમાં દેશની રક્ષા કરીને ચોવીસ કલાક અને બારે મહિના દેશની સુરક્ષામાં તૈનાત રહે છે અને ખરા અર્થમાં રક્ષાબંધનનો (Rakshabandhan) વાયદો નિભાવે છે, ત્યારે આવા વીર જવાનો અને પરિવારથી દૂર જવાનોને બનાસકાંઠાના  (Banaskantha) નડાબેટ ખાતે મહિલાઓએ રાખડી બાંધી હતી. બનાસકાંઠા જિલ્લામાં સરહદ પર આવેલ નડાબેટ (Nadabet) ખાતે તેમજ ઝીરો પોઈન્ટ ખાતે પહોંચી મહિલાઓએ BSFના જવાનોને રાખડી બાંધી આનંદ વ્યક્ત કર્યો હતો

Rakshabnadhan celebrate at Nadabet

આજે દેશભરમાં ભાઈ- બહેનના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાની સીમા પર આપણા દેશની સુરક્ષા કરતા BSFના જવાનો સાથે દેશની મહિલાઓએ ભારત-પાકિસ્તાનની ઝીરો પોઈન્ટ બોર્ડર પર પહોંચી સૈનિકોને રાખડી બાંધી મહિલાઓ આનંદ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે દેશના જવાનો સ્વજનોથી દૂર રહીને  દરેક તહેવારમાં દેશની સુરક્ષા કરે છે, આવા જવાનોને રાખડી બાંધવાનો અવસર મળે તે પણ ગર્વની બાબત છે અને અમે દેશના જવાનોને કાંડે રાખડી બાંધીને ખુશ છીએ. મહિલાઓ પ્રાર્થના કરી હતી કે જવાનો સુરક્ષિત રહીને  દેશની અવિરત સેવા કરે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઈથી આવેલી મહિલાએ જણાવ્યું હતું કે અમે દેશની રક્ષા કરતા સૈનિકોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ, અહીં આવી ખુબ ખુબ આનંદ થયોછે. નડાબેટ ખાતે દેશમાંથી વિવિધ સ્થાનોમાંથી આવેલી પ્રવાસી મહિલાઓ તેમજ  શાળાની નાની નાની બાળકીઓએ સૈનિકોને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવણી કરી હતી, ત્યારે નડાબેટ પ્રવાસ વિભાગ દ્વારા પણ સીમા પર આવતા પ્રવાસીઓ માટે આજે રક્ષાબંધન ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

નડાબેટ પ્રવાસ સ્થળના આસ્ટિન્ટ મેનેજર સર્વના પઠાણે જણાવ્યું હતું કે નડાબેટ ખાતે આજે દૂર દૂરથી સૈનિકોને રાખડી બાંધવા આવતી મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે, નડાબેટ ખાતે આજે રક્ષાબંધનની ઉજવણી સમયે ઓલ ઈન્ડિયા એન્ટી ટેરેરીસ્ટ ફ્રન્ટના ચેરમેન એમ. એસ. બીટ્ટા પણ હિરો પોઈન્ટ પહોંચ્યા હતા અને BSFના જવાનો સાથે ચર્ચા કરી હતી અને ગુજરાતના પ્રવાસ સ્થળ ની ભરપેટ વખાણ કર્યાં હતા.

વિથ ઇનપુટઃ દિનેશ ઠાકોર, બનાસકાંઠા

Next Article