બનાસ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતી પાંચ ટ્રક ઝડપાઇ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

|

Oct 25, 2021 | 8:45 PM

બનાસ નદીના પટમાં મોટાપાયે ગેરકાયદે રેતીનું( Sand)ખનન કરતું હોવાની માહિતી મળી હતી. જેમાં પરમીશન વિના ચોરી કરી ખનન પ્રવૃત્તિ કરતા પાંચ ટ્રક ઝડપાયા છે.

ગુજરાતમાં(Gujarat)નદીના પટમાંથી રેતીની ચોરી કરવાની ઘટના અનેક વિસ્તારોમાં સામે આવી છે. જેમાં હાલ બનાસકાંઠામાં(Banaskantha)શિહોરી પોલીસ ગેરકાયદે ખનન કરનાર પર ત્રાટકી છે. જેમાં બનાસ નદીના પટમાં મોટાપાયે ગેરકાયદે રેતીનું( Sand)ખનન કરતું હોવાની માહિતી મળી હતી. જેમાં પરમીશન વિના ચોરી કરી ખનન પ્રવૃત્તિ કરતા પાંચ ટ્રક ઝડપાયા છે. પોલીસે ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયના અનેક વિસ્તારના નદીના પટમાં રેતીના ખનન માટે કાયદેસરના હક્ક અને રોયલ્ટી ચૂકવીને રેતીના ખનનની પ્રવુતિ કરવામાં આવે છે. જો કે આ દરમ્યાન અનેક વિસ્તારોમાં ગેરકાયદે રેતીના ખનનના કિસ્સાઓ પણ સામે આવે છે.જેને રોકવા માટે જે તે વિસ્તારના વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે રેતીના ખનન કરતાં લોકો અને તેમના વાહનોની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે.

જો કે તેમ છતાં અનેક ગેરકાયદે રેતીખનન કરતાં લોકો રેતીની ચોરી કરતા ઝડપાય છે. તેમજ અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ગેરકાયદે રેત ખનન કરવામાં આવે છે. તેમજ અનેક વિસ્તારમાં આ બધી પ્રવુતિ જે તે વિસ્તારના વહીવટીતંત્રની રહેમ નજર હેઠળ ચાલતી હોવાની પણ ફરિયાદો મળે છે.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં વીજળી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની રેલી, પૂરતા વીજ પુરવઠાની માંગ

આ  પણ વાંચો : SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત

Next Video