Banaskantha : ભાભર તાલુકાના મોતીસરી ગામમાં પીવાનાં પાણીની ઉગ્ર બનતી સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો

|

Jun 11, 2022 | 6:15 PM

બનાસકાંઠા(Banaskantha)જિલ્લાના ભાભર તાલુકાના મોતીસરી ગામની મહિલાઓ એ ખાલી માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો ગામની મહિલાઓ કઈ રહી છે અમને સમયસર જમવાનું નહિ મળે તો ચાલશે પરંતુ પીવાના પાણી વગર નહિ ચાલે. અમારા ગામમાં પીવાનું પાણી પાંચ છ દિવસે મળે તેના કારણે અમારા બાળકો અને પશુની હાલત ખરાબ થઈ છે

Banaskantha : ભાભર તાલુકાના મોતીસરી ગામમાં પીવાનાં પાણીની ઉગ્ર બનતી સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો
Banaskantha Water Crisis

Follow us on

ગુજરાતના (Gujarat) બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ભાભર તાલુકાના મોતીસરી ગામમાં પીવાનાં પાણીની સમસ્યા (Water Crisis) ઉગ્ર બની રહી છે. જેમાં મોતીસરી ગામમાં છેલ્લા ચાર માસથી પીવાનું પાણી સમયસર ન મળતા મહીલાઓએ ગામમાં ખાલી માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળામાં પીવાનાં માટે દયનિય પરિસ્થિતિ ઉભી થાય છે સરહદી વિસ્તારમાં લોકો સુધી પીવાનું પાણી પોહચતુ હોવાના સરકાર દાવા તો કરે છે પણ તે દાવા પોકળ સાબિત થતા જોવા મળશે ભાભર તાલુકાના કપરૂપુર અને મોતીસરી જૂથ ગ્રામપંચાયત આવેલ મોતીસરી ગામમાં સરકાર દ્રારા પાઇપ લાઈન દ્રારા પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે પરંતુ ગ્રામજનો કહેવા મુજબ છેલ્લા ચાર માસથી પીવાનું પાણી સમયસર ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પીવાનાં પાણી વગર જીવવું મુશ્કેલ બન્યું

આ ઉપરાંત મોતીસરી ગામની મહિલાઓ એ ખાલી માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો ગામની મહિલાઓ કઈ રહી છે અમને સમયસર જમવાનું નહિ મળે તો ચાલશે પરંતુ પીવાના પાણી વગર નહિ ચાલે. અમારા ગામમાં પીવાનું પાણી પાંચ છ દિવસે મળે તેના કારણે અમારા બાળકો અને પશુની હાલત ખરાબ થઈ છે હવે તો પીવાનાં પાણી વગર જીવવું મુશ્કેલ બન્યું છે જો ભગવાન વરસાદ વરસાવે તો અમે જીવી શકીએ તેમ છીએ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગામમાં છેલ્લા ચાર માસથી પીવાનું પાણી નથી મળતું

અમારા ગામમાં પીવાનાં પાણીની બહુજ તકલીફ પડી રહી છે સરકાર પાસે અમારી માંગ છે કે જલ્દી અમારી તકલીફ દૂર કરે છે. જેમાં ભાભરના કોરેટી ગામમાં પીવાનાં પાણીને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો અને ગામના લોકોની માંગ છે કે જલ્દી સરકાર અમારે પીવાનાં પાણી માટે પડતી તકલીફ દૂર કરે. તેમજ અમારા ગામમાં છેલ્લા ચાર માસથી પીવાનું પાણી નથી મળતું ત્યારે અમારી માંગ છે કે સરકાર એક બોર બનાવી આપે તો ગામને પીવાનાં પાણી માટે પડતી મુશ્કેલી દૂર થાય

Published On - 6:13 pm, Sat, 11 June 22

Next Article