Banaskantha: સરકારી સહાય ન મળતા ગૌશાળાના સંચાલકો કફોડી હાલતમાં મુકાયા, ક્લેકટરને આવેદનપત્ર આપ્યું

|

Jul 12, 2022 | 5:27 PM

બનાસકાંઠામાં(Banaskantha) નાની મોટી 170 જેટલી ગૌશાળાઓ છે.. ગૌશાળામાં ગાયોના નિભાવ માટે ખર્ચ થાય છે.. સરકારે સહાય આપવાની વાત કરી હતી. પરંતુ સરકારી સહાય ન મળતા ગૌશાળા સંચાલકો હવે કફોડી હાલતમાં મુકાયા છે.

Banaskantha: સરકારી સહાય ન મળતા ગૌશાળાના સંચાલકો કફોડી હાલતમાં મુકાયા, ક્લેકટરને આવેદનપત્ર આપ્યું
Banaskantha Gausala Sanchalak Protest

Follow us on

ગુજરાત(Gujarat)સરકારે ચાર માસ અગાઉ ગૌશાળાઓને(Gausala)500 કરોડ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.પરંતુ ચાર માસ બાદ પણ સરકારની સહાય(Government Supply)ન મળતા ગૌશાળાના સંચાલકો કફોડી હાલતમાં મુકાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિત તમામ ગૌશાળા સંચાલક અને લોકોએ એકઠા થઈ રજૂઆત કરી છે.ત્યારે બનાસકાંઠાની 170 ગૌશાળાના સંચાલકોએ પણ કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે

બનાસકાંઠામાં નાની મોટી 170 જેટલી ગૌશાળાઓ છે.. ગૌશાળામાં ગાયોના નિભાવ માટે ખર્ચ થાય છે.. સરકારે સહાય આપવાની વાત કરી હતી. પરંતુ સરકારી સહાય ન મળતા ગૌશાળા સંચાલકો હવે કફોડી હાલતમાં મુકાયા છે. જેમાં બનાસકાંઠાની ગૌશાળાઓમાં ગાયોને નિભાવવા માટે માત્ર દસ દિવસ ચાલે તેટલો ઘાસ અથવા જથ્થો છે. ત્યારે દસ દિવસ બાદ આ ગૌશાળા સંચાલકોની હાલત કફોડી બનશે અને ગાયો માટે જાહેર માર્ગ પર આવી અને લોકો પાસેથી માંગી અને ગાયોને ખવડાવવું પડે એવી પરિસ્થિતિ થઈ છે..

જેમાં ગૌશાળા સંચાલકો સહાય ન મળવાને કારણે કફોડી હાલતમાં મુકાયા છે.. ચાર માસ વિતવા છતાં સરકારની 500 કરોડની સહાય ગૌશાળાઓ સુધી પહોંચી નથી.સરકારે જાહેરાત કરતા જે દાતાઓ ગૌશાળા માટે દાન આપતા હતા તેમને પણ બંધ કર્યું છે.. જેને કારણે પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે.. એક તરફ મોંઘો ઘાસચારો તો બીજી તરફ મોંઘવારીને લઈને ગૌશાળા સંચાલકો પરેશાન છે.. જોકે ગૌશાળા સંચાલકોએ હવે સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને 15 દિવસમાં સહાય નહીં ચૂકવે તો આંદોલનના મંડાણ થશે.ત્યારબાદ જે ગૌવંશ છે, તેમને સરકારી કચેરીમાં છોડી દેવાની ચિમકી ઉચ્ચારી છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સરકાર સંચાલકો મોંઘવારી અને સહાય વચ્ચે ગૌવંશ પીસાઈ રહ્યો છે.. ત્યારે 170 જેટલી ગૌશાળાઓમાં ગાયોના નિભાવ માટે વિકટ પરિસ્થિતિ છે. સરકારે સહાય આપી નથી. આ દાતાઓએ દાન બંધ કર્યું છે. ત્યારે હવે ગૌ વંશને બચાવવા સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું

Next Article