Banaskantha: ઠાકોર સમાજના કન્યા કેળવણી રથને મળ્યું 1 કરોડથી વધુનું દાન

|

Mar 14, 2022 | 4:47 PM

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ જનસંખ્યા ઠાકોર સમાજની છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને કન્યા કેળવણી માટે સમાજના આગેવાનો દ્વારા કન્યા કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

Banaskantha: ઠાકોર સમાજના કન્યા કેળવણી રથને મળ્યું 1 કરોડથી વધુનું દાન
ઠાકોર સમાજના કન્યા કેળવણી રથને મળ્યું 1 કરોડથી વધુનું દાન

Follow us on

ઠાકોર સમાજ (Thakor Samaj) માં શિક્ષણ (Education) નો વ્યાપ વધે તે હેતુથી સમાજનો 16 દિવસથી ચાલતા કન્યા કેળવણી રથ (Kanya Kelavani Rath) ની આજે પૂર્ણાહુતિ થઈ હતી. જેમાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ અને કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સમાજના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા. જેમાં શિક્ષણ માટે ઠાકોર સમાજે 1 કરોડ રૂપિયાનું રોકડ દાન (donation) આપી સમાજના શિક્ષણ માટે મદદરૂપ થયા. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં સૌથી વધુ જનસંખ્યા ઠાકોર સમાજની છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને કન્યા કેળવણી માટે સમાજના આગેવાનો દ્વારા કન્યા કેળવણી રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દિયોદર તાલુકાના 60 ગામડાઓમાં 16 દિવસ સુધી રથ અને આગેવાનોએ શિક્ષણ અને કન્યા કેળવણી માટે દાન મેળવવા પરિભ્રમણ કર્યું. જેમાં 1 કરોડ થી વધુનું દાન મળ્યું. જ્યારે કાર્યક્રમના પ્રથમ દિવસે જ 30 લાખનું દાન મળ્યું હતું. જ્યારે રથના પરિભ્રમણમાં 80 લાખ જેટલું રોકડ દાન સમાજના લોકોએ અર્પણ કર્યું છે. આમ 16 દિવસમાં જ શિક્ષણ તેમજ કન્યા કેળવણી માટે 1 કરોડથી વધુનું દાન સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું. સમાજની દીકરી તેમજ દીકરા શિક્ષણ મેળવે તે હેતુ માટે લોકોએ યાથશક્તિ દાન કરી સમાજના શિક્ષણને વધુ મજબૂત કરવા આગળ આવ્યા છે.

કન્યા કેળવણી રથના આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેશાજી ઠાકોરે સમાજના શિક્ષણ માટે લોકોએ કરેલા દાન ને આવકાર્યો હતો. સમાજના લોકોએ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ મેળવવું જરૂરી છે. જેથી ૨૧મી સદીમાં ઠાકોર સમાજના તેમજ તમામે સમાજના લોકો શિક્ષિત થાય તે હેતુથી શિક્ષણ રથ દિયોદર તાલુકાના ગામડાઓમાં ફર્યો. 80 લાખથી વધુ રોકડ દાન આપી ઠાકોર સમાજના નાગરિકોએ શિક્ષણ પ્રત્યે પોતાની ભૂખ બતાવી છે. જે સમાજ માટે આગામી સમયમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઠાકોર સમાજના મહિલા આગેવાન તેમજ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે 21મી સદીમાં મહિલાઓ શિક્ષિત અને સક્ષમ બને તે ખૂબ જ જરૂરી છે. ઠાકોર સમાજના લોકોએ પણ હવે શિક્ષણ માટેની લાખો રૂપિયાનું દાન કરી પોતાની ઉજજવળ ભવિષ્ય માટેની ચિંતા દર્શાવી છે. આગામી સમયમાં શિક્ષણ રૂપી કરેલા દાનને કારણે સમાજના અનેક દીકરા દીકરીઓના ભવિષ્ય ઉજ્જવળ બનશે અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ થશે.

આ પણ વાંચોઃ Surat : સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન થવા હવે કોર્પોરેશન રહેણાંક સોસાયટીઓને પણ સાથે જોડશે

આ પણ વાંચોઃ Surat : ‘આપ’માંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાની ઘર વાપસી, કહ્યું કે ભાજપમાં અન્યાય થયો

Next Article