બનાસકાંઠામાં વિમો પકવવા માટે કારમાં વ્યક્તિ સળગી જવાના મામલામાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
અજાણ્યા ઈસમની હત્યા કરી સળગાવી દેવાયો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. વડગામના ધનપુરા નજીક સળગતી કાર મળી હતી. જે પછી વીમાના ક્લેઈમને મંજૂર કરાવવા તરકટ રચાયુ હોવાનું સામે આવ્યુ છે.
તાજેતરમાં જ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર એક વ્યક્તિનું અપહરણ કરી તેને સળગાવી દેવામાં આવ્યો હતો. ઢેલાણા ગામના ભગવાનસિંહ રાજપૂતે ષડયંત્ર રચ્યું હતું. વડગામ પોલીસે કલમ 302 મુજબ ગુનો દાખલ કરીને વધુ માહિતી મેળવવા માટે કામગીરી તેજ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગત 27 ડિસેમ્બરના રોજ પાલનપુર-ધાનણા રોડ પરથી અરેરાટીપૂર્ણ ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ કારમાં જીવતો જ સળગી ગયો હોવાનું સામે આવ્યું હતું. અને મૃતક ઢેલાણા ગામનો ભગવાનસિંહ હોવાનું મનાઈ રહ્યું હતું. પરંતુ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે જેને મૃત મનાઈ રહ્યો છે તેવા ભગવાનસિંહે જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. પાલનપુર-અંબાજી હાઈવે પર હોટલ ધરાવતા ભગવાનસિંહે વીમાના ક્લેઈમને પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ રચ્યું હતુ.
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ ઢેલાણાના સ્મશાન દાટેલા રમેશ સોલંકી નામના વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને તેને કારમાં મુકીને સળગાવી દીધો. પરંતુ, પોસ્ટમોર્ટમમાં આ બાબત ખુલી શકે તે શંકાએ આરોપીઓએ તે મૃતદેહને અન્ય જગ્યાએ દાટી દીધો. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આરોપીઓએ એક વ્યક્તિનું અપહરણ કરીને તેની હત્યા કરી. અને ત્યારબાદ તેને કારમાં સળગાવી દીધો.
હાલમાં મળકી માહિતી પ્રમાણે આરોપીના જે સાગરિતો હતા તે ઘટના બાદ ફરાર હતા. જો કે પોલીસે એક સાગરિતને ઝડપી લીધો હતો અને તેની તપાસમાં હત્યાનો ખુલાસો થયો છે. જે ભગવાનસિંહ રાજપૂત તેના સાગરિત મળી અને એક વ્યક્તિનું જે અપહરણ કર્યું હતું તેની હત્યા કરી હતી અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દીધો હતો. જો કે પોલીસે અત્યારે તો તેના આ જે મૃતક વ્યક્તિ છે તેનો ડીએનએ ટેસ્ટ એફએસએલમાં મોકલ્યો છે. પરંતુ વડગામ પોલીસ છે તેને હત્યાનો ગુનો દાખલ કરી અને હવે વધુ તપાસ તેજ હાથ ધરી છે.