બનાસકાંઠા: ભાજપના આગેવાન માવજી દેસાઈનો વીડિયો વાયરલ, જાહેરમાં કહ્યુ, પાર્ટી જ આપણને હરાવે છે
માવજીભાઈ દેસાઈની ગત વિધાનસભાની ચૂંટણીમાં ધાનેરા સીટ પરથી હાર થઈ હતી, ધાનેરા તાલુકાના થાવર ગામે યોજાયેલ કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો, કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ હાજર હતા
ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે તોના કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વારંવાર કાર્યકર્તાઓના વખાણ કરી પાનો ચડાવી રહ્યા છે ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ધાનેરા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણી હારેલા માવજી દેસાઈ (Mavji Desai) એ ‘પાર્ટી અને કાર્યકર્તા જ ઉમેદવારને હરાવતા હોય છે.’ તેવુ જાહેર મંચ પરથી જણાવીને 2017માં થયેલી પોતાની હારની હૈયા વરાળ ઠાલવી હતી. તેમનો આ ભાષણ આપતો એક વીડિયો વાયરલ થયો છે.
થોડા દિવસો પહેલાં ધાનેરાના થાવર ગામે ભાજપ દ્વારા સરપંચનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ગત વિધાનસભામાં ધાનેરા બેઠક પરથી ચૂંટણી હારેલા માવજી દેસાઈએ ભાજપ પાર્ટી અને કાર્યકર્તાઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. માવજી દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારને પાર્ટી અને કાર્યકર્તાઓ જ હરાવી રહ્યા છે. ત્યારે તમામ લોકોએ સંગઠિત થઈ પાર્ટીને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવા જોઈએ’.
માવજી દેસાઇએ આ ભાષણ આપ્યુ ત્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને બનાસ બેંકના ચેરમેન અણદા પટેલ સહિત ભાજપના આગેવાનો અને હજારો કાર્યકર્તાઓ હાજર હતા. આ બધાની વચ્ચે માવજી દેસાઈએ પાર્ટી અને કાર્યકર્તાઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં છે.
આ પણ વાંચોઃ Rajkot: જસદણમાં સગીરા સાથે 6 મહિના સુધી દુષ્કર્મ આચરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
