AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીલ્લાના 13 તાલુકા માટે 18 કરોડથી વધુના 1,052 કામોને મંજૂરી

જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં અસ્થાયી અને ભટકતુ જીવન જીવતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોટ આપ્યા.

Banaskantha: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીલ્લાના 13 તાલુકા માટે 18 કરોડથી વધુના 1,052 કામોને મંજૂરી
સૂઇગામ સિવાય 13 તાલુકાઓ માટે ફાળવાયેલ કુલ રૂ. 18 કરોડ સામે કુલ રૂ 18.95 કરોડના 1052 વિકાસકામો મંજુર
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 13, 2021 | 8:17 PM
Share

Banaskantha: જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2021-22ના બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ સિવાય 13 તાલુકાઓ માટે ફાળવાયેલ કુલ રૂ. 18 કરોડ સામે કુલ રૂ 18.95 કરોડના 1,052 વિકાસકામો મંજુર કરવામાં આવ્યા હતા.

જિલ્લાના આયોજનમાં 15 ટકા વિવેકાધિન યોજના- સામાન્ય, ખાસ અંગભૂત યોજના, 5 ટકા પ્રોત્સાહક યોજના અને આદિજાતિ પેટા વિસ્તાસર યોજના વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાની 6 નગરપાલિકાઓ દ્વારા રૂ.1.72 કરોડના 29 કામોનું આયોજન રજુ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઈન, સ્વમચ્છેતા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે. વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ પણ 19 કામો મંજુર કરવામાં આવ્યા હતા.

આ સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા જિલ્લામાં અસ્થાયી અને ભટકતુ જીવન જીવતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોટ આપ્યા તથા તે પ્લોટમાં તેઓ પોતાનું ઘરનું ઘર બનાવી પરિવાર સાથે સુખ-શાંતિથી રહી શકે તે માટે અભિયાન ઉપાડવામાં આવ્યું છે.

વિચરતી અને વિમુક્ત જાતિના 74 પરિવારોને કલેકટરના હસ્તે વડગામના છાપી ગામમાં સર્વે નં.274માં મફત પ્લોમટની સનદો અપાઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ માનવીય અભિગમ રાખી નિર્ણયો કરતાં હોય છે.

આ પણ વાંચો: AHMEDABAD : ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનાર અમદાવાદની Elavenil Valarivan સાથે PM MODI એ કરી વાત

આ પણ વાંચો: Surat: હવે કોની ભૂલ કાઢશો? વેસુ કેનાલ વોક વે પર તોફાની તત્વોએ પહોંચાડ્યું જુઓ કેવું નુકશાન!

g clip-path="url(#clip0_868_265)">