Banaskantha : બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા, પશુપાલકો માટે કરાઈ અનેક લાભકારી જાહેરાત, જાણો તમામ વિગત

બનાસ ડેરી વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં દૂધના ભાવ આપવામાં અવલ્લ છે. પશુપાલકોને બનાસ ડેરી દર વર્ષે 833 કરોડ રૂપિયા ચૂકવે છે, જે મૂજબ દર મહિને 27.76 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે.

Banaskantha : બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા, પશુપાલકો માટે કરાઈ અનેક લાભકારી જાહેરાત, જાણો તમામ વિગત
Banaskantha : Annual General Meeting of Banas Dairy
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 21, 2021 | 1:33 PM

બનાસકાંઠામાં આવેલી બનાસ ડેરીની (Banas Dairy) આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડેરીનાં ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી જુદી-જુદી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી. સાથે જ ડેરી સાથે જોડાયેલા 5.5 લાખથી વધારે પશુપાલકો માટે અનેક લાભકારી જાહેરાત કરવામાં આવી હતી.

કોરાના મહામારી અને તેમાં પણ ખાસ કરીને બીજી લહેર દરમિયાન જ્યારે ઓક્સિજનની જરૂરિયાતમાં વધારો થયો હતો, તે સમયે બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજે જિલ્લામાં મહત્વની સેવા કરી પ્રજા કલ્યાણના કામમાં બનાસ ડેરીના પશુપાલકો સહભાગી બન્યા હતા. લગભગ 3000 જેટલા લોકોને કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય સેવા બનાસ મેડીકલ કોલેજ આપી હતી.

બનાસ ડેરી વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં દૂધના ભાવ આપવામાં અવલ્લ છે. પશુપાલકોને બનાસ ડેરી દર વર્ષે 833 કરોડ રૂપિયા ચૂકવે છે, જે મૂજબ દર મહિને 27.76 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવે છે. આ કારણે પશુપાલકોની માથાદીઠ આવકમાં વધારો થયો છે. દૂધની ખરીદી પેટે કુલ આવકના 82.28 ટકા પશુપાલકોના ખાતામાં જમા કરાવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બનાસ ડેરીની મૂડી 790 કરોડ રૂપિયા થઈ છે અને બનાસ ડેરીની 2941 કરોડ રૂપિયાની મિલકતની વેલ્યુ થઈ છે. બનાસ ડેરીનું શેર ભંડોળ રૂપિયા 373 કરોડ થયુ છે. બનાસ ડેરીનું ટર્ન ઓવર 12983 કરોડ રૂપિયા થયુ છે. 66 જેટલા તળાવોને બનાસ ડેરીએ ઊંડા કરવાની કામગીરી કરી છે.

બનાસ ડેરીએ પશુપાલકોને કોરોના મહામારી વચ્ચે 818 રૂપિયા ભાવફેર આપ્યો, જે ગત વર્ષે 812 હતો. આમ પશુપાલકોને 1007 કરોડ રૂપિયાનો ભાવ ફેર આપવામાં આવ્યો અને 1132 કરોડ 14.18 ટકા ભાવ ફેર આપવામાં આવશે. આ ભાવ ફેરની રકમ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પશુપાલકોના એકાઉન્ટમાં જમા થશે.

બનાસ ડેરીના 5.5 લાખથી વધુ પશુપાલકોનો અકસ્માત મૃત્યુનો એક લાખ રૂપિયાનો વીમો ફ્રીમાં આપશે, જેનું પ્રિમીયમ બનાસ ડેરી ભરશે. બનાસ ડેરી હવે વીજળી ઉત્પાદનનું કામ કરશે અને તેના માટે ડેરી નવી સહકારી સંસ્થા બનાવી તેના દ્વારા સોલાર વિજળી ઉત્પાદન માટે પણ સંસ્થા બનાવશે. આ ઉપરાંત બનાસ ડેરી FPO બનાવી ખેડૂતો પાસેથી તેમની ખેત પેદાશની ખરીદી કરી તેમાં પ્રોસેસિંગ અને વેલ્યું એડીશન કરી તેનું માર્કેટીંગ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">