Banaskantha: એક દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ, દિયોદર તેમજ આસપાસ વિસ્તારમાં વરસાદ, જૂઓ VIDEO

|

Jul 04, 2022 | 8:33 AM

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ (Banaskantha rain) શરૂ થયો છે. દિયોદર શહેરમાં તેમજ આસપાસ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.

Banaskantha: એક દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ, દિયોદર તેમજ આસપાસ વિસ્તારમાં વરસાદ, જૂઓ VIDEO
Banaskantha rain

Follow us on

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ (Banaskantha rain) શરૂ થયો છે. દિયોદર શહેરમાં તેમજ આસપાસ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદ બાદ દિયોદર શહેરમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સમગ્ર રાજ્યમાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરના વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે. તો દાહોદમાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો જળસંકટના કારણે મુશ્કેલીમાં છે. ઉપરથી સુજલામ સુફલામ કેનાલ તૂટેલી છે. તંત્રની બેજવાબદારીથી કંટાળેલા ખેડૂતોએ હવે ચૂંટણી આવતા પહેલાં જ નક્કી કરી લીધું છે કે પાણી નહીં તો નેતાઓને વોટ પણ નહીં. બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટને લઈ અગાઉ અનેક આંદોલન થયા છે, ત્યારે હવે ફરી એક વાર દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. અકળાયેલા ખેડૂતોએ દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં બેઠક કરી દિયોદરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આ ખેડૂતોની માગ છે કે સુજલામ સુફલામમાં ચાંગ પમ્પીંગ સેન્ટરમાંથી છ પમ્પીંગ ચાલુ કરવામાં આવે. આ સિવાય 2017થી કાંકરેજના બુકોલી નજીક બનાસ નદીના પટમાં સુજલામ સુફલામ કેનાલ તૂટેલી હાલતમાં છે તેનું સાયફન તાત્કાલિક રીપેર કરવામાં આવે. જો એમ નહીં થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો તેઓ બહિષ્કાર કરશે.

Next Article