બનાસકાંઠામાં એસઓજીએ 26 લાખના ડ્રગ્સ સાથે 2 લોકોને ઝડપ્યા

|

Sep 27, 2021 | 12:16 PM

પાલનપુરમાંથી SOGએ 26 લાખના 260 ગ્રામ જેટલાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ વિરૂદ્ધ SOG એ NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ સ્થળોથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. જેમાં બનાસકાંઠા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મોટી સફળતા મળી છે. SOGએ પાલનપુરમાંથી 26 લાખના 260 ગ્રામ જેટલાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ વિરૂદ્ધ SOG એ NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત 21 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના મોઢેશ્વરી સોસાયટીના રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ(Drugs)ઝડપાયું હતું. આ મકાનમાંથી ડીસા પોલીસે 250 ગ્રામ ગાંજો, 50 ગ્રામ સ્નેક ડ્રગ્સ અને 8 ગ્રામ મેફેડ્રોલ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં શુભમકુમાર નામનો શખ્સ ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે અંદાજે 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક શહેરોના ડ્રગ્સનો વેપાર ચાલી રહ્યો છે. જેમાં રાજ્યમાં યુવાધનને બરબાદ કરનાર ડ્રગ્સ હેરાફેરી આંકડા ચોંકાવનારા છે.જેમાં બે વર્ષમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ જથ્થો અલગ અલગ એજન્સીઓએ પકડ્યો છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી વર્ષ 2021 ચાલુ વર્ષમાં ડ્રગ્સના 19 કેસ અને વર્ષ 2020માં 15 કેસ કરી લગભગ 5 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે ગુજરાત એટીએસે વર્ષ 2021માં ચાલુ વર્ષમાં 2 કેસ કરી 10 જેટલા આરોપી પકડી 1.50 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત વર્ષ 2020મા 5 કેસમાં 15 થી વધુ આરોપી પકડી 1.77 કરોડ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ncbએ ચાલુ વર્ષમાં 5 જેટલા કેસ કરી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat માં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, બે મહિનામાં રોગચાળાથી 25 લોકોના મોત

Published On - 10:24 am, Mon, 27 September 21

Next Video