Banaskantha : રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતા જીલ્લામાં કોરોના રસી જથ્થો ન પહોંચતા રસીકરણ બંધ

|

May 03, 2021 | 7:17 PM

Banaskantha : જિલ્લામાં અત્યાર સુધી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત તો વર્તાતી હતી. પરંતુ હવે કોરોના માટે રક્ષા કવચ ગણાતી કોરોના વેકસીન પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી કોરોના રસીનો જથ્થો જિલ્લામાં ન આવતા રસીકરણ ની પ્રક્રિયા સદંતર બંધ થઈ છે.

Banaskantha : રાજ્યમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતા જીલ્લામાં કોરોના રસી જથ્થો ન પહોંચતા રસીકરણ બંધ
રસીનો જથ્થો ન પહોંચતા રસીકરણ બંધ

Follow us on

Banaskantha : જિલ્લામાં અત્યાર સુધી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત તો વર્તાતી હતી. પરંતુ હવે કોરોના માટે રક્ષા કવચ ગણાતી કોરોના વેકસીન પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી કોરોના રસીનો જથ્થો જિલ્લામાં ન આવતા રસીકરણ ની પ્રક્રિયા સદંતર બંધ થઈ છે.

સરકારે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે જે 10 જીલ્લા પસંદ કર્યા છે તેમાં બનાસકાંઠા જીલ્લો બાકાત છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રસીનો જથ્થો પહોંચવો જોઈએ એ પહોંચ્યો નથી. જેના કારણે તમામ રસીકરણ કેન્દ્રો પણ લોકોની કતારો લાગી છે. લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. પરંતુ વેકસીન ન હોવાથી રસીકરણ થઈ શકતું નથી. લોકો પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે. પરંતુ તેના સામે રસીકરણ માટે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી. લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વેકસીનનો જથ્થો પહોંચતો નથી. જેનો સ્વીકાર ઇન્ચાર્જ જિલ્લા અધિકારી જીગ્નેશ હરિયાણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેકસીન માટે જે 10 જીલ્લાઓમાં વેકસીનની જાહેરાત કરી છે. જેમાં બનાસકાંઠા જીલ્લા નો સમાવેશ નથી. પરંતુ 45 વર્ષથી ઉપરના લોકો માટે પણ જીલ્લામાં જે વેકસીન આવવી જોઈએ તે જથ્થો છેલ્લા ત્રણ દિવસથી આવ્યો નથી. જેના કારણે વેકસીન વિના રસીકરણ ની પ્રક્રિયા સ્થગિત થઈ છે.

Next Article