BANASKANTHA : અંબા માતા અને ભક્તો સાથે વેપારીઓની છેતરપીંડી, ભંડારામાં દાનમાં આવતી 90 ટકા ચાંદી નકલી

|

Sep 24, 2021 | 12:52 PM

લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. તે પોતાની જાતે જ ભંડારામાં ચાંદીના આભૂષણોની ભેટ કરતા હોય છે. જેમાં અલગ અલગ વસ્તુઓ હોય છે. મોટી માત્રામાં જ્યારે ચાંદી મંદિરથી ભેટ કરવામાં આવે છે.

BANASKANTHA : અંબા માતા અને ભક્તો સાથે વેપારીઓની છેતરપીંડી, ભંડારામાં દાનમાં આવતી 90 ટકા ચાંદી નકલી
BANASKANTHA: Fraud with traders' devotees and Mataji, 90 per cent of silver in Ambaji temple treasury counterfeit

Follow us on

જગતજનની માં અંબાના શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની આસ્થા જોડાયેલી છે. લાખો ભક્તો દર વર્ષે માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. અંબાજી મંદિર ભંડારામાં ભક્તો પોતાની યથાશક્તિ દાન આપે છે.

ભક્તો પોતાની માનતા તેમજ બાધા પૂરી કરવા માટે માના ચરણોમાં શિશ નમાવે છે .ત્યારે સોના ચાંદીની વસ્તુ ભેટ કરતા હોય છે. પરંતુ માતાના ભંડારામાં આવતી ચાંદીની ભેટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. માં અંબાના ભંડારામાં ભેટ આવતી મોટાભાગની ચાંદી નકલી છે.

બાધા – માનતા પૂરી થતાં ભક્તો માતાના ભંડારામાં કરે છે ભેટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અંબાજી મંદિર માં શક્તિનું સ્વરૂપ છે. દર વર્ષે લાખો ભક્તો માના મંદિરે શીશ ઝૂકાવવા માટે આવે છે. ભક્ત જ્યારે મંદિરમાં આવે છે ત્યારે પોતાની જે પણ બાધા માનતા હોય છે કે પૂરી થતાં મંદિરના ભંડારામાં નાણાં ઉપરાંત સોના ચાંદીની વસ્તુઓ ભેટ કરતા હોય છે. જેમાં છત્ર, ત્રિશૂળ, પતરા પર માતાજીના હાથ પગની છાપ, ઘર, પાદુકા, યંત્ર, ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરતા હોય છે.

પૂજાની થાળી સાથે તેમજ સોના ચાંદીની દુકાનો પરથી ખરીદી કરેલી આ વસ્તુઓ મોટાભાગે નકલી નીકળે છે. જ્યારે ભંડારામાં આવેલી વસ્તુઓની ગણતરી થાય છે ત્યારે તેમાં આવતી આવી વસ્તુઓ ચકાસણી દરમ્યાન ખોટી નીકળે છે. આ નકલી ચાંદીને ખોટી ખાખર તરીકે ઓળખવામાં આવે છે.

વર્ષ :- 2019 – 2020

ચોખ્ખી ચાંદીની આવક :- 101 કિલો

ખોટી ચાંદી :- 273 કિલો

વર્ષ :- 2020 – 2021

ચોખ્ખી ચાંદીની આવક :- 95 કિલો

ખોટી ચાંદી :- 113 કિલો

માતાજીના ભંડારામાં નકલી ચાંદીનો જથ્થો, વેપારીઓની ખુલ્લેઆમ છેતરપિંડી

ભક્તો અને મંદિર ટ્રસ્ટને ખોટી ચાંદીના કારણે વર્ષ દરમ્યાન કરોડોનું નુકસાન

ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં ખૂબ શ્રધ્ધા થી છત્ર, ત્રિશૂળ, પતરા પર માતાજીના હાથ પગની છાપ, ઘર, પાદુકા, યંત્ર, ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરે છે. પરંતુ ભક્તો જાણતા નથી હોતા કે જે ચાંદીના નાણાં તેમને માતાજીના ભંડારામાં ભેટ કરવા માટે ખર્ચ્યા છે તે વ્યર્થ છે અને તેમની સાથે ચાંદીના ભેટ નામે છેતરપીંડી થઈ છે.

નકલી ચાંદી હોવાના કારણે ભક્તો દ્વારા આપવામાં આવેલી આ ભેટમાંથી કોઈજ આવક અંબાજી મંદિર ટ્રસ્ટને થતી નથી. ખોટી ચાંદીના નુકસાન ની વાત કરવામાં આવે તો 2019 – 20 ના વર્ષ દરમ્યાન 273 કિલો નકલી ચાંદી મંદિર ભંડારામાં આવી. આજના બજાર કિંમત મુજબ ચાંદી 62000 રૂપિયા પ્રતિકિલો છે. ત્યારે 273 × 62000 મુજબ 1,69,26,000 જેટલી માતબર રકમની છેતરપીંડી ભક્તો સાથે થઈ. જ્યારે મંદિરને ભેટમાં નુકસાન થયું.

માતાની ભેટમાં થતી છેતરપીંડી ગંભીર છે, કોઈપણ ભક્ત દ્વારા ફરીયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે : કલેકટર

લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. તે પોતાની જાતે જ ભંડારામાં ચાંદીના આભૂષણોની ભેટ કરતા હોય છે. જેમાં અલગ અલગ વસ્તુઓ હોય છે. મોટી માત્રામાં જ્યારે ચાંદી મંદિરથી ભેટ કરવામાં આવે છે. ત્યારે મંદિરના સોની દ્વારા તેની ચકાસણી કરે છે. પરંતુ ભક્તો ભંડારામાં સીધી જે પણ વસ્તુનો મૂકે છે તે ભંડારા ની ગણતરી સમય જ સાચી છે કે ખોટી તે જાણી શકાય છે.

જેથી કયા ભક્ત દ્વારા ભેટ થઈ જ્યારે ક્યાંથી ખરીદી કરવામાં આવી તે પણ જાણી શકાતું નથી. ખોટી ખાખર એટલે કે નકલી ચાંદીની બાબત ગંભીર છે. જે મામલે જ્યારે પણ કોઈપણ ભક્ત તેને ખરીદી કરેલી સામાન્ય ભેટ પણ મંદિર ટ્રસ્ટને બતાવી તે બાદ ભેટ કરશે અને નકલી જણાશે તો કડક કાર્યવાહી વેપારી સામે કરવામાં આવશે. ભક્તોએ દાનમાં આપતા ભેટની ચકાસણી કરવી જોઈએ અને વિશ્વાસુ વેપારી પાસેથી જ ચાંદીની ખરીદી કરવી જોઈએ.

Published On - 12:33 pm, Fri, 24 September 21

Next Article