બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીનો ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય, ફરી યોજાશે જળ આંદોલન, જુઓ

|

Feb 04, 2024 | 11:26 AM

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જળ આંદોલન શરુ થવાના સંકેતો વર્તાયા છે. કરમાવદ તળાવ ભરવાને મામલે ખેડૂતોમાં ફરી એકવાર રોષ ફેલાયો છે. જેને લઈ હવે સ્થાનિક ખેડૂતો જળ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ હવે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

ફરી એકવાર બનાસકાંઠામાં ખેડૂતોમાં જળ આંદોલન કરવાનો મૂડ જોવા મળી રહ્યો છે. કરમાવદ તળાવ ભરવાને લઈ ખેડૂતોની માંગ વર્તાઈ રહી છે. આ દરમિયાન શનિવારે ખેડૂતોએ જલોત્રામાં બેઠક યોજી હતી. જે બેઠકમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ફરીથી જળ આંદોલન કરવાનું ખેડૂતોએ નક્કી કર્યુ હતુ.

આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ

બે વર્ષ અગાઉ પણ જળ આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું જેમાં તે વખતે 125 જેટલા ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા. મહિલાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી. જે આંદોલન લગભગ અઢી મહિના સુધી ચાલ્યુ હતુ. જેમાં બે વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. જે રેલીમાં વીસથી પચ્ચીસ હજાર લોકો જોડાયા હતા. જોકે આમ છતાં પણ બે વર્ષ બાદ પણ તળાવ ભરવા અંગે કોઈ નિર્ણય કરવામાં નહીં આવતા આખરે ફરીથી ખેડૂતોમાં રોષ જન્મ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video