Banaskatha : દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ

|

Jul 10, 2021 | 8:28 PM

અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Banaskatha : દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ
Danta-Ambaji four lane road inaugurated by Deputy Chief Minister

Follow us on

Banaskatha : વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિપીઠ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુંઓ અંબાજી આવી માં-અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદથી અંબાજી, ડીસા-પાલનપુરથી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકાસવવું એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ધાર્મિક સ્થળ યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે ઉમેર્યુ કે, દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં. આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાથી અકસ્માતોને નિવારી શકાશે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થશે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધા બનાવાઇ છે. આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે.

શક્તિપીઠ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી

નીતિન પટેલે જણાવ્યું કે, સંભવિત કોરોનાની ત્રીજી લહેરના મક્કમ મુકાબલા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. મોટા શહેરો અને જિલ્લાની તમામ હોસ્પીટલોમાં સંભવિત ત્રીજી લહેરના સામના માટે અત્યારથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તેમણે કહ્યું કે, કોઇપણ પ્રકારનો ડર રાખ્યા સિવાય માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ તથા આપણે સૌ કોરોના પ્રતિરોધક રસી મુકાવીએ અને કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવીએ.

યાત્રાધામ અંબાજીમાં અંબિકા ભોજનાલય ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના દ્વારા માઇભકતો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદનું સદાવ્રત શરૂ કરવામાં આવેલ છે. જય જલિયાણ સદાવ્રતની મુલાકાત લઇ નાયબ મુખ્યમંત્રીએ માઇભક્તોને ભોજન પિરસ્યું હતું. તથા યાત્રિકોને મળી નિઃશુલ્ક ભોજન સદાવ્રત અંગે પ્રતિભાવો પણ મેળવ્યાં હતાં.

Published On - 8:26 pm, Sat, 10 July 21

Next Article