Banaskantha : ખરીફ સિઝનમાં મગફળીનું મબલખ ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં દૈનિક 50 હજાર બોરી મગફળીની આવક

|

Oct 12, 2021 | 2:31 PM

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત જાહેરાત કરી છે. પરંતુ તેની શરૂઆત અને હજુ લાભ પાંચમ સુધીનો સમય બાકી છે. ત્યારે સરકારના ટેકાના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં વધુ ભાવ મળતાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેપાર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

Banaskantha : ખરીફ સિઝનમાં મગફળીનું મબલખ ઉત્પાદન, ડીસા માર્કેટ યાર્ડમાં દૈનિક 50 હજાર બોરી મગફળીની આવક
Banaskantha: Daily income of 50 thousand sacks of peanuts in Deesa Market Yard

Follow us on

બનાસકાંઠા જિલ્લાના ખરીફ સીઝનમાં મગફળીનું મબલખ વાવેતર થયું હતું. જે બાદ પાક તૈયાર થઈ જતા અત્યારે ડીસા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો વેચાણ અર્થે આવી રહ્યો છે. ખેડૂતોને ટેકાના ભાવ કરતાં મળતા સારા ભાવના કારણે ખેડૂતો વેપારીઓને જ મગફળીનું વેચાણ કરી રહ્યા છે.

ડીસા માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. દિવાળી પહેલા નાણાંની જરૂરિયાત તેમજ શિયાળાની સિઝનની વાવેતર માટે ખેડૂતો ખરીફ સીઝનમાં તૈયાર થયેલા મગફળીનું વેચાણ કરી રહ્યા છે. ડીસા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક ૫૦ હજારથી વધુ મગફળી બોરીની આવક છે. ૧૧૦૦ થી લઈ ૧૩૦૦ રૂપિયા જેટલા ભાવ મગફળીના મળતા ખેડૂતો અત્યારે મગફળીનું વેચાણ કરી રહ્યા છે.

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત જાહેરાત કરી છે. પરંતુ તેની શરૂઆત અને હજુ લાભ પાંચમ સુધીનો સમય બાકી છે. ત્યારે સરકારના ટેકાના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં વધુ ભાવ મળતાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેપાર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ટેકાના ભાવ આપે છે. પરંતુ તેના કરતાં સારા ભાવ માર્કેટમાં મળી રહેતા હોવાથી ખેડૂતો સરકારી પદ્ધતિમાં પડવા કરતા માર્કેટમાં મગફળી નું વેચાણ કરી રહ્યા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ગત વર્ષે પણ સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી નિષ્ફળ રહી હતી. મોટાભાગના ખેડૂતોએ બજારમાં મગફળીનું વેચાણ કર્યું હતું. દર વખતે સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી મોડી શરૂ કરે છે. જેના કારણે નાણાંની જરૂરીયાતવાળા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચાણ કરવાનું વધુ પસંદ કરે છે. ટેકાના ભાવ કરતાં સારા ભાવ તેમજ સરકારી પદ્ધતિમાંથી પસાર થવાનું હોવાના કારણે ખેડૂતો મગફળી બજારમાં વેચાણ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લા કલેક્ટરના હસ્તે વૅબપૉર્ટલ “આશિષ”નું લોકાર્પણ, હેલ્થ ઇમરજન્સી દરમિયાન દર્દીઓના મૃત્યુદર ઘટાડવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો : SURAT : વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબા રમતા વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ, 7 વિદ્યાર્થીઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા

 

Next Article