Banaskantha Breaking News: આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં ડીસા સેશન્સ કોર્ટે નિવૃત્ત મદદનીશ ઈજનેરને ૬૫ લાખનો દંડ અને ચાર વર્ષની સજા ફટકારી

|

Jul 15, 2021 | 6:44 PM

અપ્રમાણસર મિલકત મામલે કોર્ટે આરોપીને મદદનીશ ઈજનેર રામજીભાઈ હરિભાઈ પટેલને ચાર વર્ષની સજા અને રૂપિયા ૬૫ લાખનો દંડ ફટકાર્યો

Banaskantha Breaking News: આવક કરતાં વધુ સંપત્તિ કેસમાં ડીસા સેશન્સ કોર્ટે નિવૃત્ત મદદનીશ ઈજનેરને ૬૫ લાખનો દંડ અને ચાર વર્ષની સજા ફટકારી
Deesa Sessions Court fines retired assistant engineer Rs 5 lakh and sentences him to four years for disproportionate assets

Follow us on

Banaskantha Breaking News: ડીસા દાંતીવાડા સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર(Assistant Engineer) વર્ગ તરીકે નહેરના કામમાં ગેરરીતિ (Corruption) કરી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરાવતા તેમજ આવક કરતા વધુ સંપત્તિ મળતા પાલનપુર ACB પોલીસ મથકે 2004 માં ફરિયાદમાં નોંધાઈ હતી. જે ફરિયાદનો કેસ આજે ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટ(Additional Session Court)માં ચાલી જતા જજ બી જી દવેએ અપ્રમાણસર મિલકત મામલે કોર્ટે આરોપીને મદદનીશ ઈજનેર રામજીભાઈ હરિભાઈ પટેલને ચાર વર્ષની સજા અને રૂપિયા ૬૫ લાખનો દંડ ફટકાર્યો છે.

દાંતીવાડા સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર આચરી બનાવી અપ્રમાણસર મિલકત

બનાસકાંઠાના ડીસા દાંતીવાડા સિંચાઈ વિભાગમાં મદદનીશ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રામજીભાઈ હરિભાઈ પટેલએ પોતાની ફરજ દરમ્યાન નહેરોના બાંધકામ, ખેડૂતોના ખેતરો સુધી કેનાલ બનાવવાની કામગીરી, સફાઈ કામગીરી અને સમારકામ કરાવવાનું કામ તેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું હતું. જે નહેરોનું કામ ગુણવત્તા વગરનું અને ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોચે તે રીતે બનાવી સરકારી નાણાંનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર આચર્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

17 વર્ષ બાદ સરકારી પદે રહી ભ્રષ્ટાચારી મદદનીશ ઈજનેરને કોર્ટે ફટકારી સજા

ડીસા એડિશનલ સેસન્સ કોર્ટે સિંચાઈ વિભાગના મદદનીશ કાર્યપાલક ઇજનેર રામજી પટેલ ને ચાર વર્ષની સજા ફટકારી છે. હાલ તેઓ નિવૃત છે. નિવૃત્તિ બાદ પણ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે આપેલા ચુકાદાના પગલે સમગ્ર કોર્ટ સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલકત ભેગી કરનારા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

Next Article