Breaking News : બનાસકાંઠાની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

બનાસકાંઠા (ગુજરાત): બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના પ્રયાસને આજે સવારે Border Security Force (BSF) દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી આવી રહેલો શંકાસ્પદ વ્યક્તિ ભારતની અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે BSF જવાનોએ તેને જોઇ લીધો હતો.

Breaking News : બનાસકાંઠાની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો
| Edited By: | Updated on: May 24, 2025 | 12:34 PM

બનાસકાંઠા (ગુજરાત): બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના પ્રયાસને આજે સવારે Border Security Force (BSF) દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી આવી રહેલો શંકાસ્પદ વ્યક્તિ ભારતની અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે BSF જવાનોએ તેને જોઇ લીધો હતો.

મળતી વિગતો અનુસાર, શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતા જોઈ, તાત્કાલિક BSF જવાનોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય પ્રદેશમાં પ્રવેશ કરતી વેળા જવાનોએ તેને ચેતવણી આપી હતી, છતાં પણ શંકાસ્પદ ઘૂસણખોર અટક્યો નહિ અને આગળ વધતો રહ્યો.

 જેથી BSF દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને ચેતવણી બાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં પાકિસ્તાની ઘૂસણખોરને ગંભીર ઈજા થતાં તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘૂસણખોરી પાછળ રહેલી શક્ય યોજનાનું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. આજની ઘટનાને લઇને સરહદી વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે. આ પ્રકારની ઘટનાએ ફરી એકવાર પુરાવો આપ્યો છે કે દેશની સુરક્ષાને લઈને BSF સતત સજાગ અને સક્રિય છે, અને ઘૂસણખોરીના દરેક પ્રયાસને લોખંડી પ્રતિસાદથી નિષ્ફળ બનાવે છે.

માહિતી છે કે આ ઘૂષણખોર ભારતની સરહદમાં ઘૂષી રહ્યો હતો, ત્યારે BSF દ્વારા તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.  આ ઘટના ગઇકાલે રાતની હોવાનું સામે આવ્યુ છે. આ આરોપીની ઓળખની પ્રોસેસ શરુ કરવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે BSFના જવાનો સરહદ પર ચાંપતી નજરપ રાખીને બેઠા હતા. BSFને પહેલેથી જ સરહદ પર કોઇ ઘૂષણખોરી કરે તો ઠાર મારવાના આદેશ છે. જે પ્રમાણે BSFના જવાનોએ આદેશનું પાલન કરી પાકિસ્તાની ઘૂષણખોરને ઠાર કર્યો હતો.

Published On - 11:40 am, Sat, 24 May 25