AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BANASKATHA : એપેડમિક ડ્રોપ્સી રોગમાં 3ના મોત, એપેડમિક ડ્રોપ્સી રોગ શું છે ?

રાયડાના તેલમાં સત્યનાશી (દારૂડી) ભળી જતા એપેડમિક ડ્રોપ્સીનો રોગ લાગુ પડે છે. જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે.

BANASKATHA : એપેડમિક ડ્રોપ્સી રોગમાં 3ના મોત, એપેડમિક ડ્રોપ્સી રોગ શું છે ?
BANASKANTHA: what is epidemic drops disease?
Kuldeep Parmar
| Edited By: | Updated on: Aug 06, 2021 | 7:23 PM
Share

BANASKATHA : જિલ્લામાં થતાં આકસ્મિક મોત મામલે આરોગ્ય વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભેદી મોતના કારણ સામે આવ્યા છે. રાયડાના તેલમાં સત્યનાશી (દારૂડી) ભળી જતા એપેડમિક ડ્રોપ્સીનો રોગ લાગુ પડે છે. જેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. ભેળસેળયુક્ત રાયડા નું તેલ ખોરાકમાં આરોગવાથી એપેડમિક ડ્રોપ્સી રોગ થાય છે. તાજેતરમાં જીલ્લામાં કુંડી ગામના 3 લોકોના મોત એપેડમિક ડ્રોપ્સીના કારણે થતાં આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે.

એપેડમિક ડ્રોપ્સી રોગ શું છે ? એપેડમિક ડ્રોપ્સી રાઈના તેલમાં દારૂડી (સત્યનાશી) નામની જંગલી વનસ્પતિના બીજ રાયડાના તેલમાં ભેળસેળના કારણે થતી બીમારી છે. ભારતમાં સૌપ્રથમ એપેડમિક ડ્રોપ્સીનો કેસ 1877 માં કલકત્તાના પશ્ચિમ બંગાળ ખાતે નોંધાયેલો. જે બાદ મોટો રોગચાળો 1998 માં દિલ્હીમાં નોંધાયેલો. ગુજરાતમાં ગોધરા અને બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા તાલુકામાં અગાઉ એપેડમિક ડ્રોપ્સી રોગ કેસ નોંધાયેલા છે. એપેડમિક ડ્રોપ્સી ના કેસ મે માસથી નવેમ્બર માસ વચ્ચે જોવા મળે છે.

ધાનેરાના કુંડી ગામે એપેડમિક ડ્રોપ્સી નામના રોગ થી એકજ પરિવારના ત્રણ લોકોના મોત ધાનેરાના કુંડી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના આકસ્મિક મોત થતા આરોગ્ય વિભાગે એલર્ટ બન્યું હતું. જે બાદ આરોગ્ય વિભાગે તપાસ કરતા આ ત્રણે લોકોના મોતની પાછળ એપેડમિક ડ્રોપ્સી નામનો રોગ હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના ગુંદરી ગામે એપેડમિક ડ્રોપ્સીના કારણે જૂન માસમાં બેલોકોના મોત થયા હતા.

જ્યારે 2015માં ગુંદરી ગામે પણ આજ કારણ થી બે લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં જ એપેડમિક ડ્રોપ્સી ના કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. જેને લઈ આરોગ્ય વિભાગે કૃષિ વિભાગને સાથે રાખી ખેડૂતો દારૂડી (સત્યનાશી) ના છોડને ઓળખતા થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

દારૂડી (સત્યનાશી) નામની વનસ્પતિની ઓળખ દારૂડી જે સત્યનાશી નામથી ઓળખાય છે. આ વનસ્પતિ રાયડાની સાથે જ મોટી થાય છે. જેની ઓળખ મોટાભાગના ખેડૂતોને થઈ શકતી નથી. દારૂડી એટલે કે સત્યનાશી ના બીજ પણ રાઇના દાણા જેવા જ હોય છે. જેથી જ્યારે રાયડાની લણણી કરવામાં આવે છે, ત્યારે તેની સાથે દારૂડીના બીજ પણ ભળી જતા હોય છે.

આ દારૂડીના બીજના ભેળસેળયુક્ત રાયડાના તેલનો ખોરાકમાં ઉપયોગ કરતા એપેડમિક ડ્રોપ્સી નો રોગ લાગે છે. દારૂડીમાં સેન્ગવીનેરીયન નામનું ઝેરી રસાયણ હોય છે.

એપેડમિક ડ્રોપ્સી રોગનાં લક્ષણો એપેડમિક ડ્રોપ્સીના લક્ષણોની વાત કરવામાં આવે તો દર્દીના બંને પગે સોજા આવી જાય છે. આ રોગના ભોગ બનતા દર્દીને ઝાડા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ રોગના પ્રાથમિક લક્ષણોમાં હૃદયની તકલીફ અને આંખે ઝામર આવતા હોય છે.

એપેડમિક ડ્રોપ્સી રોગ અટકાવવા માટેના પગલાં – ખેડૂતોએ લણણી સમયે દારૂડીના બીજ ભળે નહીં તેનું ધ્યાન રાખવું. – રાઈના તેલનો ખોરોકમાં ઉપયોગ ટાળવો. – બજારમાં મળતા પેકેજીંગ ફૂડ તેમજ રાઈના તેલનો ઉપયોગ ન કરવો. – ખેડૂતોને રાઈ અને દારૂડીના બીજના તફાવત ની સમજૂતી આપવી. – રાઈ નું તેલ ભેળસેળમુક્ત છે તેનું સર્ટિફિકેટ હોવું જરૂરી.

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">