ભરૂચના ગેલાની તળાવ નજીક સ્થાનિકોને મકાન દબાણની મળી નોટિસ, સ્થાનિકોએ કર્યો સીટીસર્વે કચેરીમાં હંગામો

|

Oct 06, 2020 | 2:23 PM

ભરૂચના ગેલાની તળાવ નજીક ૧૫ કાચા મકાનોને તોડી પાડવા સીટી સર્વે વિભાગ નોટિસ ફટકારતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કચેરીમાં ઘુસી ભારે હંગામો કર્યો હતો. સ્થાનિકોના રોશન પગલે કચેરીમાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. બપોરે ૧૨ વાગ્યાના અરસામાં સીટીસર્વે કચેરીમાં ટોળું ઘુસ્યું હતું અને સીટીસર્વે અધિકારી સંતોષ વસાવા સહિતના સ્ટાફનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોની માગ હતી કે […]

ભરૂચના ગેલાની તળાવ નજીક સ્થાનિકોને મકાન દબાણની મળી નોટિસ, સ્થાનિકોએ કર્યો સીટીસર્વે કચેરીમાં હંગામો

Follow us on

ભરૂચના ગેલાની તળાવ નજીક ૧૫ કાચા મકાનોને તોડી પાડવા સીટી સર્વે વિભાગ નોટિસ ફટકારતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ કચેરીમાં ઘુસી ભારે હંગામો કર્યો હતો. સ્થાનિકોના રોશન પગલે કચેરીમાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી.

બપોરે ૧૨ વાગ્યાના અરસામાં સીટીસર્વે કચેરીમાં ટોળું ઘુસ્યું હતું અને સીટીસર્વે અધિકારી સંતોષ વસાવા સહિતના સ્ટાફનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોની માગ હતી કે તેઓ જે કાચા મકાનોમાં ૫ દાયકાઓથી રહે છે તે અચાનક સરકારને ગેરકાયદેસર નજરે પડ્યા અને કોરોનાના કપરા કાળમાં લોકોને બેઘર બનાવવામાં આવી રહ્યા છે.સ્થાનિક મહિના કામિનીબેન વસાવાએ જણાવ્યું હતું કે કોરોનામાં સરકાર લોકોને એક તરફ ઘરમાં રહેવા કહે છે તો બીજી તરફ ઘરની બહાર કાઢે છે આ કેટલું યોગ્ય ગણી શકાય. સ્થાનિક અગ્રણી હેમેન્દ્ર કોઠીવાળાએ જણાવ્યું હતું કે આદિવાસી વિરોધી કાવતરું છે. હાલના કપરા સમયમાં લોકોને ઘરની ભાર કાઢવા એ અમાનવીય પગલું ગણી શકાય

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

હંગામો થતા સરકારી કચેરીમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જોકે ઉગ્ર રજૂઆત બાદ મામલાને પરિસ્થિતિને અનુલક્ષીને સુલઝાવવાની હૈયાધારણા મળતા સ્થાનિકો પરત ફર્યા હતા. સીટી સર્વે અધિકારી સંતોષ વસાવાએ જણાવ્યું હતું કે દબાણની કાર્યવાહીએ માર્ચમાં રજુઆત મળી હતી. નોટિસ મોકલાઈ હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article