AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : “આયુર્વેદની પંચકર્મ પદ્ધતિથી ટાઈપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે” માધવબાગ સંસ્થાનો દાવો

વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) નિમિત્તે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા (Madhavbagh )માધવબાગના મુંબઈ સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ ડો.રાહુલ મંડોલેએ માહિતી આપતા કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ ભારતને ડાયાબિટીસના કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ડાયાબિટીસ(Diabetes) મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યો છે.

Ahmedabad : આયુર્વેદની પંચકર્મ પદ્ધતિથી ટાઈપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે માધવબાગ સંસ્થાનો દાવો
World Diabetes Day
Darshal Raval
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:31 PM
Share

આયુર્વેદમાં (Ayurveda) આપેલી પંચકર્મ પદ્ધતિની(Punchkarma method) મદદથી ટાઈપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે. માધવબાગના ઘણા દર્દીઓએ ડાયાબિટીસ(Diabetes) પર કાબુ મેળવ્યો છે. અને ત્રણથી ચાર વર્ષ પછી પણ તેમના શરીરમાં બ્લડ સુગર નોર્મલ છે. અને તેઓ દવાઓ વિના જીવન જીવી રહ્યા છે. માધવબાગએ આયુર્વેદની પંચકર્મ પદ્ધતિ દ્વારા કરેલ આ સંશોધનને જર્નલ ફિઝિશિયન એસોસિએશન ઓફ ઈન્ડિયામાં પણ પ્રકાશિત કરેલું છે.

વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) નિમિત્તે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા (Madhavbagh )માધવબાગના મુંબઈ સ્થિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ ડો.રાહુલ મંડોલેએ માહિતી આપતા કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ ભારતને ડાયાબિટીસના કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ડાયાબિટીસ(Diabetes) મોટી સંખ્યામાં ફેલાઈ રહ્યો છે. આજે દરેક ઘરમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી જોવા મળે છે.

વળી, સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે એકવાર ડાયાબિટીસ થઈ જાય પછી તે ક્યારેય મટી શકતું નથી. તમે ડાયાબિટીસને (Diabetes)  ફક્ત નિયંત્રણમાં રાખી શકો છો. અને આ માટે તમારે આજીવન દવાઓ અથવા ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે. એ જ રીતે, ડાયાબિટીસને કારણે ઊભી થતી ગંભીર બીમારીઓ જેમ કે હૃદયરોગ, હૃદયરોગનો હુમલો, કિડનીની ફેલ્યુર ,આંખે ઓછું દેખાવું વગેરેનો સામનો માત્ર ચાલીસ વર્ષ કે તેથી વધુ વયના લોકો જ નહીં પરંતુ ત્રીસ વર્ષથી ઓછી વયના યુવાવર્ગ પણ કરી રહ્યા છે. તેનું એક મહત્ત્વનું કારણ બદલાયેલી અને અયોગ્ય જીવનશૈલી અને ડાયાબિટીસના રોગ અંગેની અધૂરી માહિતી છે. આ વિષયમાં ડો. રાહુલ મંડોલેએ માર્ગદર્શન આપ્યું. સાથે જ માધવબાગના ઝોનલ મેડિકલ હેડ ડૉ. સાદિક ખાનએ  સ્પષ્ટતા કરી કે, આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિ એ ડાયાબિટીસના દર્દીઓ માટે “સંજીવની” છે.

ડો. રાહુલ મંડોલેએ જણાવ્યું હતું કે વર્ષ 2018માં ડાયાબિટીસ ટાઈપ-2ના કુલ 82 દર્દીઓની જીવનશૈલી પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધન નું શીર્ષક ‘ટાઈપ 2 ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે આયુર્વેદ અને આહારમાં ફેરફાર’ હતું. ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓની જીવનશૈલી પર આધારીત આ સંશોધનમાં દર્દીઓને ત્રણ મહિના માટે ડાયેટ બોક્સ અને ડાયાબિટીસ રિવર્સલ પંચકર્મની સારવાર આપવામાં આવી. આ પછી દર્દીઓનો જીટીટી ટેસ્ટ (ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ) કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં સાબિત થયું કે  75 ગ્રામ ખાંડ ખાધા પછી પણ દર્દીની સુગર સામાન્ય આવી હતી. એટલે કે, આ દર્દીઓના લોહીમાં ખાંડને પચાવવાની ક્ષમતા સામાન્ય, નોન-ડાયાબિટીસ ધરાવતા લોકો જેવી જ હતી. જે દર્દીઓને એક વર્ષ સુધી ડાયાબિટીસની કોઈ પણ એલોપેથિક દવાઓ આપ્યા વિના ડોકટરોની દેખરેખમાં રાખ્યા હતા. એક વર્ષ પછી, તેમનું ફરીથી જીટીટી ટેસ્ટ (ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ) કરવામાં આવ્યો હતો,

સાથે જ ત્રણ મહિનાનું અવેરેજ બતાવતું ગોલ્ડ સ્ટાન્ડર્ડ HBA1C ટેસ્ટ પણ કરવમાં આવ્યો  હતો, આ તપાસમાં, એક વર્ષ પછી કુલ 82 દર્દીઓમાંથી 76 દર્દીઓમાં HbA1c ના આંકડા સામાન્ય જોવા મળ્યા હતા. એકંદરે આ અભ્યાશનું નિષ્કર્ષ જોઈએ તો 92 ટકા દર્દીઓના લોહીમાં શુગરનું પ્રમાણ એક વર્ષ સુધી કોઈ દવા લીધા વિના પણ સામાન્ય રહ્યું. બીજા શબ્દોમાં કહીએ તો, તે દર્દીઓ હવે  નોન-ડાયાબિટીક હતા. મતલબ કે એક વખત ડાયાબિટીસ થઈ જાય પછી તે પાછો આવતો નથી અને આ વાત આ સંશોધન દ્વારા સાબિત થઇ હોવાનો સંસ્થાનો દાવો છે.

જે સંશોધનને જર્નલ ફિઝિશિયન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વર્ષે સપ્ટેમ્બર માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. માધવબાગ સંસ્થાના કાર્યક્રમમાં ડો.રાહુલ મંડોલે અને માધવબાગના ઝોનલ મેડિકલ હેડ ડૉ. સાદિક ખાન, ડૉ. જીનલ ઠક્કર, ડૉ. પૂનમ પટેલ, ડૉ. અવનિશ ઠક્કર, ડૉ. કૃતિકા પાટીદાર, ડૉ. શિવરામ સિંહ ચૌધરી, ડૉ. રાધિકા ઉપાધ્યાય, ડૉ. સ્મિતા પ્રજાપતિ વગેરે તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં માધવબાગની કુલ ૧૩ ક્લિનિક્સ છે, જે અમદાવાદ, વડોદરા અને સુરત શહેરોમાં કાર્યરત છે. તેમાંથી અમદાવાદ શહેરમાં મણિનગર, શાહીબાગ, પાલડી, ચાંદખેડા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોપલ આમ કુલ ૭ ક્લિનિક્સ ઉપલબ્ધ છે. વડોદરા શહેરમાં ઓ.પી રોડ, નિઝામપુરા, માંજલપુર, વીઆઇપી રોડ, ગોત્રી રોડ, આમ ૫ ક્લિનિક્સ ઉપલબ્ધ છે. અને સુરતમાં ઉધના રોડ ખાતે એક ક્લિનિક છે.

છેલ્લા ત્રણ વર્ષમાં, માધવબાગ સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં 10,000થી વધુ દર્દીઓને ડાયાબિટીસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં પંચકર્મ, આહાર, વ્યાયામ અને આયુર્વેદ દવાઓ દ્વારા લોકોને આ રોગમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ હવે તેઓ કોઈપણ પ્રકારની દવાઓ વિના તેમની સુગર કંટ્રોલમાં છે.

માધવબાગ સંસ્થા દ્વારા દર વર્ષે આવા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદમાં ama ખાતે એક કાર્યક્રમ યોજી સંસ્થાએ આવા દર્દી ( યોદ્ધા ) કે જેઓ ડાયાબિટીસને હરાવી દીધો તેઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા જેમનું સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન દર્દીઓ રોગમુક્ત થયા બાદ તેમના અનુભવો પણ શેર કર્યા. સાથે જ આવી સારવારને આવકારીને તેઓએ લોકોને પણ યોગ્ય સારવાર લેવા સૂચન કર્યું.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">