AUDA એ લીધેલા એક નિર્ણયથી અમદાવાદના આ વિસ્તારોને નહિ પડે પીવાના પાણીની તકલીફ

|

Dec 19, 2018 | 1:12 PM

અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ લોકો પીવાના પાણીની તકલીફનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી )ની પ્રથમ બોર્ડ બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ગ્યાસપુરની AMC સંચાલિત પાઇપલાઇનને ઘુમા સુધી લંબાવવામાં આવશે જેથી બોપલ ઘુમા મણિપુર વિસ્તારમાં વસતા લોકોને […]

AUDA એ લીધેલા એક નિર્ણયથી અમદાવાદના આ વિસ્તારોને નહિ પડે પીવાના પાણીની તકલીફ
Ahmedabad Urban Development authority

Follow us on

અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ લોકો પીવાના પાણીની તકલીફનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને દૂર કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી )ની પ્રથમ બોર્ડ બેઠક મળી હતી.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ગ્યાસપુરની AMC સંચાલિત પાઇપલાઇનને ઘુમા સુધી લંબાવવામાં આવશે જેથી બોપલ ઘુમા મણિપુર વિસ્તારમાં વસતા લોકોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે. આ સમગ્ર કામગીરી પાછળ રૂ 60 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને બોપલ, ઘુમા, મણિપુરને 6 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

આ સિવાય AUDA દ્વારા કલોલ, દહેગામ, અને કઠવાડાનો વિકાસ કરાશે. દહેગામમાં 60 કરોડના ખર્ચે અને શાંતિપુરામાં 94 કરોડના ખર્ચે બ્રિજ પણ બનાવવામાં આવશે. AUDA સંચાલિત વિસ્તારમાં તમામ કાર્ય માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવશે. ટૂંક સમય પહેલા AUDA સંચાલિત વિસ્તારમાં 10 ટાઉન પ્લાનિંગ સ્કીમને પણ મંજૂરી અપાઈ હતી.

AUDAની બેઠકમાં કોર્પોરેશન માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વસ્ત્રાલ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં શહેરીજનો માટે 14 કરોડના ખર્ચે એસ્કેલેટર બ્રિજ બનાવવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશનની આવક પણ મ્યુન્સિપલ કમિશનરે જાહેર કરી હતી. વર્ષ 2016 માં AMC ની આવક 51 કરોડની હતી જે વર્ષ 2017માં વધીને 114 કરોડની થઇ છે. અંદાજ મુજબ વર્ષ 2018માં આવકનો અંક 200 કરોડ પહોંચવાની શક્યતા છે

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ બધા કામો 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. AUDA અને કોર્પોરેશન સાથે મળીને વિકાસના કામો કરશે આમ વિકાસના કામોમાં ક્યારે વેગ આવે છે તે જોવાનું રહ્યું.

[yop_poll id=284]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article