
ઉનાળાની ગરમીનું વેકેશન પડવા સાથે જ હવે ગુજરાતીઓ દેશ અને વિદેશના પર્યટન સ્થળો પર જવા માટે નિકળી જતા હોય છે. રજાઓ ગાળવા માટે ગુજરાતીઓ સુંદર સ્થળો પર મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. આ વખતે દેશના ટાપુઓ પર પહોંચનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લક્ષદ્વીપનો પ્રવાસ ખેડનારા પ્રવાસીઓની સંખ્યા વધારે જોવા મળી છે. ગુજરાત જ નહીં પરંતું દેશભરમાંથી લક્ષદ્વીપ પહોંચનારા પ્રવાસીઓનો ધસારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં લક્ષદ્વીપ પ્રવાસ કર્યા બાદ માલદીવના નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું. પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસ્વીરો શેર કરી હતી. એ સાથે જ માલદીવના નેતાઓએ પીએમ મોદી, ભારત અને લક્ષદ્વીપને લઈ વિરોધમાં બોલવું શરુ કર્યુ હતું. જેને લઈ ભારતીય સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઈ અનેક જાણીતી હસ્તીઓએ લક્ષદ્વીપ અને ભારતીય ટાપુઓને પ્રાધાન્ય આપવાની વાત શરુ કરી હતી. લક્ષદ્વીપની સુંદરતા અને તેના વિકાસને લઈ ચર્ચા ચોતરફ છેડાઇ ગઇ હતી. જે ચર્ચા દેશ જ નહીં વિદેશમાં પણ ખૂબ થવા લાગી હતી. લક્ષદ્વીપ પર પ્રવાસીઓનો ધસારો...
Published On - 9:10 am, Wed, 24 April 24