ડાંગમાં વરસેલા વરસાદથી ગીરા ધોધ થયો જીવંત, ધોધમાથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો, સોળે કળાએ ખીલી કુદરત

|

Sep 20, 2020 | 11:08 PM

કુદરતી સૌદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં વરસેલા અવિરત વરસાદને પગલે વઘઈના ગીરા ધોધમાંથી પડતા નીરને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. વહેતા ધોધમાંથી પડતા પાણીના અવાજથી એક પ્રકારે આકર્ષણ ઉભુ થાય છે. ધોધને કારણે ઉડતી વાછંટ તેમજ સતત વરસતા વરસાદથી વાતાવરણ આહલાદક બન્યુ છે. ડાંગમાં વરસેલા વરસાદથી વરસાદી પાણી અંબિકા અને કાપરી નદીની સાથેસાથે ગીરા ધોધમાં […]

ડાંગમાં વરસેલા વરસાદથી ગીરા ધોધ થયો જીવંત, ધોધમાથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો, સોળે કળાએ ખીલી કુદરત

Follow us on

કુદરતી સૌદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં વરસેલા અવિરત વરસાદને પગલે વઘઈના ગીરા ધોધમાંથી પડતા નીરને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. વહેતા ધોધમાંથી પડતા પાણીના અવાજથી એક પ્રકારે આકર્ષણ ઉભુ થાય છે. ધોધને કારણે ઉડતી વાછંટ તેમજ સતત વરસતા વરસાદથી વાતાવરણ આહલાદક બન્યુ છે. ડાંગમાં વરસેલા વરસાદથી વરસાદી પાણી અંબિકા અને કાપરી નદીની સાથેસાથે ગીરા ધોધમાં પણ વહે છે. ચારે બાજુથી આવતા વરસાદી પાણીથી સતત વહેતા ગીરા ધોધના ઘસમસતા વહેણને નિહાળવા માટે નજીકના વિસ્તારમાંથી પ્રવાસીઓ ઉમટતા હોય છે. આ વર્ષે કોરોનાના કારણે ડાંગના વઘઈ ખાતે પ્રવાસીઓના આવવા ઉપર પ્રતિબંધ છે. વર્તમાન ચોમાસામાં પહેલીવાર ગીરા ધોધ જીવંત બન્યો છે. ડાગમાં પડી રહેલ ભારે વરસાદથી અંબિકા અને ખાપરી નદીમાં પણ નવા નીર આવ્યા છે. અને બન્ને નદીઓ બે કાંઠે વહી રહી છે. જુઓ વીડિયો

આ પણ વાંચોઃનરેન્દ્ર મોદીએ રચ્યો વધુ એક રાજકીય ઈતિહાસ, વાજપેયી કરતા આગળ નિકળ્યા મોદી, બિનકોંગી તરીકે સૌથી વધુ સમય વડાપ્રધાનપદે રહ્યાં મોદી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 12:31 pm, Thu, 13 August 20

Next Article