Gandhinagar: કોંગ્રેસમાં શરૂ થઈ ફરી ધોવાણની સિઝન, કમલમ ખાતે પૂર્વ કોંગ્રેસ MLA હીરા પટેલ સહિત 200 કાર્યકર ભાજપમાં જોડાયા

|

Feb 21, 2022 | 12:54 PM

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા પક્ષપલટા શરુ થઇ ગયા છે. આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ સહિત કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો તો કેટલાક આપના આગેવાનો ભાજપમાં જોડાયા.

Gandhinagar: કોંગ્રેસમાં શરૂ થઈ ફરી ધોવાણની સિઝન, કમલમ ખાતે પૂર્વ કોંગ્રેસ MLA હીરા પટેલ સહિત 200 કાર્યકર ભાજપમાં જોડાયા
BJP (Symbolic Image)

Follow us on

ગાંધીનગર: વિધાનસભા ચૂંટણી (Assembly elections)પહેલા કોંગ્રેસ (Congress)માં ફરી ધોવાણની સીઝન શરુ થઇ છે. લુણાવાડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ (Former MLA Hira Patel) આજે ભાજપ (BJP)માં જોડાયા. પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ગાંધીનગર અને અમદાવાદ કોંગ્રેસના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા. તો મંગળવારે એટલે કે આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે.

વિધાનસભા ચૂંટણી 2022 પહેલા પક્ષપલટા શરુ થઇ ગયા છે. આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરા પટેલ સહિત કેટલાક કોંગ્રેસના હોદ્દેદારો તો કેટલાક આપના આગેવાનો ભાજપમાં જોડાયા. સામાજિક યુવા આગેવાનોએ પણ કેસરીયા કર્યા. તો આવતીકાલે જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાવાના છે.

 

બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ

કોંગ્રેસે ટિકિટ નહોતી આપી તેવા પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે

કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્ય જેમણે કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાને લાયક માન્યા નહોતા, એવા હીરા પટેલ આજે વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે તેવી વાતો રાજકીય ગલિયારામાં વહેતી થઈ છે, આ ઉપરાંત તેમની સાથે અન્ય આગેવાનો પણ જોડાય તેવી શક્યતા છે. ગાંધીનગરના કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે. ગાંધીનગરમાં કોંગ્રેસના પાંચ આગેવાને રાજીનામા આપ્યા છે.

જયરાજ સિંહ પરમાર આવતીકાલે ભાજપમાં જોડાશે

થોડા દિવસ પહેલાં કોંગ્રેસ (Congress) માંથી રાજીનામું મૂકી દેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપ (BJP) માં જોડાશે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલતી હતી અને જયરાજસિંહ પણ આ બાબતે કોઇ ફોડ પાડવા તૈયાર નહોતા પણ હવે ખુદ જયરાજસિંહે જ ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે લખ્યું છે કે મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે (Jayrajsinh Parmar) કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો .

જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા, પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય મત પોતાના પક્ષે કરવા માટે જયરાજસિંહને પોતાના પક્ષમાં ખેચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો-

Ahmedabad: આફ્રિકન યુવક-યુવતીના પેટમાંથી નીકળેલી કેપ્સ્યુલમાં મળ્યુ 1.8 કિલો હેરોઇન, જાણો કેવી રીતે આ ઓપરેશન પાર પડાયુ

આ પણ વાંચો-

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં આજથી ઓફલાઇન સુનાવણી શરૂ, વકીલોમાં ખુશીની લાગણી

 

Published On - 11:40 am, Mon, 21 February 22

Next Article