શું તમે ઘરમાં પણ ગરમીથી રહો છો પરેશાન? આ હોઈ શકે છે કારણો

|

Sep 17, 2020 | 1:23 PM

સતત વધી રહેલો ગરમીનો પારો આપણને વધારે હેરાન કરી રહ્યો છે. પણ લોકોને એ વાતની ખબર નથી હોતી કે આપણે ઘરને ઠંડુ રાખવા માટે જે આધુનિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેનાથી જ આપણા ઘરનું ટેમ્પરેચર વધી જાય છે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર […]

શું તમે ઘરમાં પણ ગરમીથી રહો છો પરેશાન? આ હોઈ શકે છે કારણો

Follow us on

સતત વધી રહેલો ગરમીનો પારો આપણને વધારે હેરાન કરી રહ્યો છે. પણ લોકોને એ વાતની ખબર નથી હોતી કે આપણે ઘરને ઠંડુ રાખવા માટે જે આધુનિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેનાથી જ આપણા ઘરનું ટેમ્પરેચર વધી જાય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યારે એર કન્ડિશનર વિના કોઈપણ ઘરની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ આપણા વડીલો એસી વગર જ ઘરને ઠંડુ રાખવા માટે કુદરતી અને સરળ ઉપાય જ કરતા હતા. આજે અમે તમને જણાવીશું ઘરને ઠંડુ રાખવાની કેટલીક ટિપ્સ.

 

ઇલેક્ટ્રોનિક સાધનો જે ઘરમાં વધારે હોય એ ઘરનું તાપમાન પણ સૌથી વધારે જોવા મળે છે. જ્યારે કોઈ ટીવી જોતું ન હોય ત્યારે ટીવી બંધ કરી દો. ઘણા લોકોના ઘરમાં આખો દિવસ ટીવી ચાલુ રહે છે. તે આદત બદલવા જેવી છે.


ઘણાના ઘરમાં વોલ્ટેજ વધારતી લાઇટ્સ હોય છે. એવા રૂમમાં વધારે ગરમી લાગે છે. ઘરના દરેક રૂમમાં સીએફએલ અને ટ્યુબલાઇટ્સનો ઉપયોગ કરો. આજકાલ મળતી સ્માર્ટ પાવર સ્ટ્રીપ્સનો ઉપયોગ કરો. જે સાધનોનો ઉપયોગ ન હોય તો આપોઆપ બંધ થઈ જાય છે.


ગરમીમાં ઠંડુ પાણી પીવા વારંવાર ફ્રીજ ખોલબંધ ન કરો. તેના કારણે ફ્રીજ પર વધારે લોડ આવે છે. જેથી ફ્રીજ જ્યાં રાખ્યું હોય ત્યાં ગરમી વધારે લાગે છે. તેના બદલે થર્મોસ કે સ્ટીલની બોટલમાં પાણી ભરી રાખો.


ઘરની બહાર કે બાલ્કનીમાં વૃક્ષછોડ લગાવો. ઘરને કુદરતી રીતે ઠંડક આપવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ ઉપયોગી સાબિત થાય છે. ઘરની એન્ટ્રી અને વરંડાની આસપાસ પ્લાન્ટ્સ રાખવાથી ગરમીની અસર ઓછી કરી શકાય છે.


ઘરની રૂમની છત પર સફેદી એટલે કે ચુનો કરાવો જેથી ઘરનું તાપમાન પાંચથી દસ ડીગ્રી જેટલું ઓછું થઈ જાય છે. ઘરની બહાર હિટ રીફલેકટિવ પેઇન્ટ કરાવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article