Wheat Price: ઘઉંનો વિક્રમજનક ભાવ! ઉત્તર ગુજરાતના આ માર્કેટયાર્ડમાં 858 રુપિયા સુધી બોલાયો ભાવ
Today Wheat Price: હાલમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો નુક્શાનને લઈ ચિંતામાં છે. આ દરમિયાન ઘઉંના ભાવ માર્કેટ યાર્ડની ખુલ્લી હરાજીમાં ઉંચકાયાના રાહતના સમાચાર ખેડૂતોને માટે મળ્યા છે.

અરવલ્લી જિલ્લામાં ઘઉંનુ ઉત્પાદન કરનારા ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતો હાલમાં કમોસમી વરસાદને લઈ ચિંતામાં ડૂબેલા છે એવા સમયે જ મોડાસા માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે ઘઉંની ખુલ્લા બજારમાં હરાજી દરમિયાન ઉંચા દામ પડ્યા હતા. જેમાં 858 રુપિયા સુધીના ભાવ પડતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રવિ સિઝનના મુખ્ય પાકો પૈકી ઘઉંનુ ઉત્પાદન મબલખ પ્રમાણમાં હવે માર્કેટયાર્ડોમાં ઉભરાવવાની શરુઆત થઈ છે. આ દરમિયાન શરુઆતે જ સારા ભાવ મળતા ખેડૂતો માટે ઘઉંના ભાવ સિઝનમાં સારા રહેવાની આશા છે.
મોડાસા માર્કેટ યાર્ડમાં શુક્રવારે સારા પ્રમાણમાં આવક થઈ હતી. નવી આવક દરમિયાન ઘઉંની હરાજી શરુ થતા જ ભાવ 800 રુપિયાથી ઉપર પહોંચ્યો છે. આ સિઝનમાં ઘઉંના ભાવ ઉંચા જ નહીં પરંતુ ઐતિહાસિક રહ્યા છે. આમ ખેડૂતો માટે વિક્રમી ભાવથી રાહત રહશે.
વિક્રમી ભાવ રહ્યા
હાલમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો અને આ દરમિયાન ખેડૂતોને મોટા નુક્શાન થયાના સમાચાર સામે આવ્યા હતા. આ દરમિયાન હવે ઘઉંના ભાવમાં સારા ભાવ મળી રહ્યા છે. મોડાસા માર્કેટ યાર્ડના સેક્રેટરી ભૂપેન્દ્ર ભટ્ટે મીડિયાને બતાવ્યુ હતુ કે, “હાલમાં કમોસમી વરસાદને લઈ માલ પલળ્યો હતો. હાલમાં મોડાસા માર્કેટયાર્ડમાં પ્રતિદીન 5 થી 7 હજાર બોરી ઘઉંની આવક નોંધાઈ રહી છે. હાલમાં કલર માલના ભાવો ખૂબ જ ઉંચા જઈ રહ્યા છે. ટુકડીના ભાવો 800 થી 858 રુપિયા સુધીના પ્રતિ 20 કિલોગ્રામના ભાવ પડ્યા છે. જે ઈતિહાસમાં સૌથી ઉંચા ભાવ રહ્યા છે”.
આગળ પણ વાત કરતા કહ્યુ હતુ કે, “પલળેલા ઘઉંની આવકના ભાવ 400 થી 430નો ભાવ રહ્યો છે. જ્યારે મધ્ય ઘઉંના ભાવ 430 થી 480ુની આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે. સારા ઘઉના ભાવ હાલમાં 500 થી 800 ની વધારે રહ્યા છે”. આમ એકંદરે ભાવ સારા રહ્યા છે.
કમોસમી વરસાદથી વ્યાપક નુક્શાન
હાલમાં જિલ્લામાં 40 ટીમો દ્વારા ખેતી પાકોમાં નુક્શાનને લઈ સર્વેની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાને લઈ મોટા પ્રમાણમાં ખેતીના પાકોમાં નુક્શાન સર્જાયુ હતુ. મોડાસા, મેઘરજ અને માલપુર સહિતના વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આમ ખેડૂતોએ મોટી નુક્શાની વેઠી છે. રવિ સિઝનમાં ઘઉં અને કઠોળ ઉપરાંત બાગાયતી પાકોમાં પણ ખેડૂતોએ નુક્શાન વેઠ્યુ છે.
