માતા અને પુત્રીની લાશના 21 ટૂકડા કરી કુવામાં નાંખી દેનાર SRP જવાનને આજીવન કેદની સજા

|

Jan 09, 2023 | 8:39 PM

2013 ના વર્ષ દરમિયાન પોલીસને માંકડી ડેમ પાસેના એક કૂવામાંથી અજાણી મહિલા અને 5 વર્ષની બાળકીની લાશના 21 ટુકડા મળી આવ્યા હતા. ચકચારી ડબલ મર્ડર કેસમાં પોલીસે આરોપીને શોધવા આકાશ પાતાળ એક કર્યુ હતુ

માતા અને પુત્રીની લાશના 21 ટૂકડા કરી કુવામાં નાંખી દેનાર SRP જવાનને આજીવન કેદની સજા
Modasa Sessions court એ આજીવન કેદની સજા સંભળાવી

Follow us on

દશ વર્ષ અગાઉ ખૂબ જ ચકચાર મચાવનાર ડબલ મર્ડરના આરોપી SRP જવાનને મોડાસા કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. વર્ષ 2013ના દરમિયાન માંકડી ડેમના પાછળના હિસ્સામાં એક કૂવામાંથી અત્યંત દૂર્ગંધ મારતુ પ્લાસ્ટીકનુ બેરલ બહાર નિકાળવામાં આવ્યુ હતુ. બેરલ ખોલતા જ અંદરથી મૃતદેહના ટૂકડા નિકળ્યા હતા. આ ટુકડાઓને બેરલમાં બરીને કુવામાં નાંખી દેવામાં આવ્યા હતા. ટુકડા એક મહિલા અને એક બાળકીના હોવાનુ સામે આવ્યુ હતુ. તપાસ બાદ આ ડબલ મર્ડરની ઘટનાનો અંજામ એસઆરપી જવાને આપ્યો હોવાનુ ખૂલ્યુ હતુ. અરવલ્લી ની મોડાસા કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ ચકચારી કેસની તપાસ હિંમતનગર LCB એ હાથ ધરી હતી. સૌથી મોટો પડકાર શરુઆતમાં અજાણી કોહ્વાઈ ગયેલી લાશની ઓળખ કરવાનો હતો. પોલીસે મૃત માતા-પુત્રીની ઓળખ કરવા માટે આકાશ પાતાળ એક કર્યુ હતુ. પોસ્ટર અને પત્રીકાઓ છપાવીને અનેક વિસ્તારમાં વિતરણ કરી અને લગાવ્યા હતા. જેમાંથી એક વ્યક્તીને પોસ્ટરમાં છુંદણાની તસ્વીર મુકેલી જોઈ શંકા ગઈ હતી. જે સીધો જ પોલીસ સમક્ષ પહોંચતા પોલીસને કડી મળવા મદદ મળી હતી.

મોડાસા કોર્ટે આજીવન કેદની સજા સંભળાી

આ અગેનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતા સેશન કોર્ટે આજીવન કેદની સજા આરોપી અરવિંદ મરતાભાઈ ડામોરને સંભળાવી છે. અરવિંદ ડામોરે પોતાની બીજી પત્નિ અને પુત્રીની હત્યા કરીને ઘરમાં જ લાશના ટુકડા કરી દીધા હતા. લાશને ઠેકાણે પાડવા અન્ય 2 શખ્શોની મદદ મેળવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કુવામાથી દુર્ગધ મારતુ બેલર ખોલતા લાશના ટુકડા નિકળ્યા

ઘટનાની જાણકારી મળતા જ તત્કાલીન સાબરકાંઠા SP ચિરાગ કોરડીયા અને એલસીબી પીઆઈ ડીપી ચુડાસમા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એસપી કોરડીયા અને પીઆઈ ચુડાસ્માએ 21 ટુકડાની કોહ્વાઈ ગયેલી લાશનુ ફોરેન્સીક પીએમ કરાવીને તપાસની પ્રાથમિક શરુઆત કરી હતી. ચકચારી આ ઘટનામાં પોલીસને મહિલા અને બાળકીની કોઈ જ ઓળખ મળી રહી નહોતી. કોઈ જ વ્યક્તિ પોતાના પરિવારમાંથી ગૂમ હોવાની ફરીયાદ સામે લાવી રહ્યુ નહોતુ. આવી સ્થિતીમાં પોલીસ માટે તપાસ પડકારજનક બની ચૂકી હતી.

બીજી તરફ પોલીસે આરોપી સુધી પહોંચવા માટે 21 ટુકડામાં વહેંચાયેલ મૃતદેહોની ઓળખ કરવા ગામે ગામે ટીમો બનાવીને ફરવાનુ શરુ કર્યુ હતુ. ગામડાઓમાં પોલીસ કર્મીઓ રુબરુ પત્રીકાઓ વહેંચતા હતા અને પોસ્ટર ઝાડ અને દિવાલો પર ચિપકાવતા હતા. જેમાં લાશના એક ટુકડા પર અંગ્રેજી અક્ષરો એચ.બી. નુ છુંદણુ ત્રોફાવેલુ હતુ. જે તસ્વીરને પત્રિકા અને પોસ્ટરમાં સ્થાન આપીને વિતરણ કરાઈ રહી હતી. આ દરમિયાન એક પેસેન્જર જીપ મુસાફરને લેવા અને ઉતારવા ઉભી રહેવા દરમિયાન એક મુસાફરની નજર પોસ્ટર પર તકાયેલી રહેતા જ મનમાં શંકા ઉપજી અને સીધો જ પોલીસ પાસે પહોંચ્યો હતો. જે નાનકડી કડીને આધારે પીઆઈ ચુડાસમા એ તપાસને નવી દીશા ખોલી આગળ વઘારી હતી.

પોલીસે ભેદ ખોલવા આકાશ પાતાળ એક કર્યુ હતુ

એસપી કોરડીયાના માર્ગદર્શનમાં ચાલી રહેલી તપાસમાં જોત જોતામાં જ આરોપીની નજીક પહોંચી ગઈ હતી. પીઆઈ ચુ઼ડાસમા અને પીએસઆઈ કેડી બ્રહ્મભટ્ટે આરોપીને ઝડપી લીધો હતો. જે સમયે આરોપી ચેતક કમાન્ડોમાં ફરજ બજાવતો હતો, જોકે તે એસઆરપીનો જવાન હતો. પોલીસે સેક્ટર 30માં સરકારી ક્વાર્ટરમાં રહેતા એસઆરપી જવાન હત્યારાને ઝડપીને લઈને ભેદ ખોલી દીધો હતો. આરોપી પતિ અરવિંદ મરતાભાઈ ડામોરે હત્યા કરેલી મહિલા તેની બીજી પત્નિ હતી.

અરવિંદે 5 વર્ષીય પુત્રી અને બીજી પત્નિની છરા વડે ગળુ કાપી હત્યા કરી દીધી હતી. બાદમાં તેણે 21 ટુકડા કરીને તે મૃતદેહ ભરની પોતાના વતન ભિલોડાના વાંકાનેર તરફ નિકળ્યો હતો. જ્યાં તેણે રામનગર નજીક બેરલમાં ટુકડા ભરી બેરલ કુવામાં નાંખી દીધુ હતુ. પોલીસે આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવા માટે રાત દીવસ અને આકાશ પાતાળ એક કરવા રુપ મહેનત કરી હતી.

Published On - 8:20 pm, Mon, 9 January 23

Next Article