Shamlaji: શામળાજી મંદિર પરિસરમાં હવે આકર્ષક લાઈટ અને સાઉન્ડ શો જોવા મળશે, રાજ્ય સરકારે 5 કરોડ રુપિયા ફાળવ્યા

|

Aug 02, 2022 | 12:25 AM

શામળાજી મંદિર (Shamlaji Temple) પરિસરને છેલ્લા એક દશકમાં સુંદર બનાવાયુ છે, ત્યારથી સતત નિયત આયોજન મુજબ વિકાસકાર્ય અવિરત રહ્યુ છે. હવે આ ભવ્ય મંદિરમાં લાઈટ અને સાઉન્ડ શો (Light and sound show) આકર્ષણ વધારશે.

Shamlaji: શામળાજી મંદિર પરિસરમાં હવે આકર્ષક લાઈટ અને સાઉન્ડ શો જોવા મળશે, રાજ્ય સરકારે 5 કરોડ રુપિયા ફાળવ્યા
Shamlaji માં હવે ભક્તોના માટે નવી ભેટ

Follow us on

શામળાજી (Shamlaji) મંદિરમાં હવે જન્માષ્ટને લઈ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ભગવાન શામળીયાના મંદિરે આ દિવસે ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. અહીં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ તૈયારીઓ પહેલા જ શામળાજી મંદિરમાં હવે વધુ એક સુંદરતા ઉમેરાશે. મંદિર પરિસરમાં લાઈટ અને સાઉન્ડ શો (Light and sound show) નુ આયોજન કરવાની વ્યવસ્થા ઉભી કરાશે. રાજ્ય સરકારે આ માટે પાંચ કરોડ રુપિયા ફાળવી આપ્યા છે. શામળાજી મંદિર માટે આ સુંદર ભેટ માટે ગુજરાત સરકારે (Government of Gujarat) સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

આવનારી જન્માષ્ટમી પહેલા જ શામળાજી ના ભક્તો માટે સુંદર ભેટ આપી છે. આ માટેની સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. જેને લઈ હવે શામળાજી મંદિરને આ સુંદર ભેટને લઈ જાણકારી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રધાન પૂર્ણેશ મોદીએ આપ્યા હતા. શામળાજી મંદિર ટ્રસ્ટગણે રાજ્ય સરકાર અને પ્રધાન પૂર્ણેશ મોદીનો આભાર માન્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

સુંદર સુવિધા ઉભી કરાશે

શામળાજી મંદિર પરિસરમાં વિડીયો અને લેઝર સિસ્ટમ વડેનુ આયોજન ઉભુ કરાશે. જેમાં કન્ટેન્ટ મેનેજમેન્ટ અને કંટ્રોલ ઓડિયો સિસ્ટમ,સ્વિચીંગ અને કંટ્રોલ, તેમજ શોને માટે તેના અનુરુપ કન્ટેન્ટ તેમજ તેને નિહાળવા માટે જરુરી બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. આમ સુંદર શો ભક્તો અને દર્શાનાર્થીઓને અહીં મળી રહેશે.

ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામના વિકાસ કાર્યોને હાથ ધરવામાં આવે છે. રાજ્યમાં મહત્વના મંદિરોના વિકાસ કાર્યને નિરંતર જારી રાખીને ભક્તો અને દર્શાનાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા સાથે તેમની સરળતાઓ પણ ઉભી કરવામાં આવે છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લામા આવેલા શામળાજી મંદિરનો વિકાસ પણ ટ્રસ્ટ અને સરકારના તાલમેલને લઈ થઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટના ચેરમેન દીલીપભાઈ ગાંધીએ આ અંગે વિગત આપી હતી.

2011-12 માં શામળાજીની કાયાપલટ કરાઈ

શામળાજી મંદિરની ચોતરફ ગીચતાને હટાવીને તેને વિશાળ અને સુંદર પરિસરમાં ફેરવવાનો શ્રેય તત્કાલીન ગૃહપ્રધાન અને વર્તમાનમાં લક્ષદ્વીપ અને દીવ-દમણના પ્રશાષક પ્રફુલ પટેલને ફાળે છે. તેઓએ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મંદિરને સુંદર પરિસર ધરાવતુ બનાવવાની યોજના મુકી હતી. જેમાં રાજ્ય સરકારે વિશાળ ભેટ સ્વરુપ મંદિરના વિકાસના કાર્યે હાથ ધરાયુ હતુ. મંદિર અને શામળાજીની કાયા પલટાઈ ગઈ છે. જેને લઈ ભક્તો પણ એક દશક થી ખુશખુશાલી અનુભવી રહી છે. તેમાં પણ હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

 

Published On - 11:54 pm, Mon, 1 August 22

Next Article