ભરતસિંહ સોંલકીના વિડીયોનો મામલો, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કર્યો મોટો ખુલાસો, આ રીતે સમગ્ર ગુજરાત સમક્ષ વાતને રજૂ કરાશે

|

Jun 02, 2022 | 9:40 PM

જગદીશ ઠાકોરે (Jagdish Thakor) કહ્યુ હતુ કે, તેમણે આજે સવારે ભરતસિંહ સોલંકી (Bharatsinh Sonalki) સાથે વાત કરી હતી. સોલંકીના પત્નિએ ભરતસિંહના ઘરે પહોંચ્યાનો એ પછી એક યુવતી ઘરમાં હોવાને લઈ વિડીયો વાયરલ કર્યો હતો.

ભરતસિંહ સોંલકીના વિડીયોનો મામલો, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કર્યો મોટો ખુલાસો, આ રીતે સમગ્ર ગુજરાત સમક્ષ વાતને રજૂ કરાશે
Hardik Patel ને પણ જગદીશ ઠાકોરે શુભેચ્છા પાઠવી

Follow us on

અરવલ્લી જિલ્લાના ભિલોડામા કોંગ્રસ દ્વારા જન સંમેલન યોજ્યું હતું. પ્રદેશ કોંગ્રસ અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish Thakor) ની ઉપસ્થિતિમાં કોંગ્રસે સંમેલન યોજીને કોંગ્રસના દિગ્ગજ સ્વર્ગસ્થ નેતા અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોશીયારા ભાજપમા જોડાયા હોવાને લઈસંમેલન યોજી શક્તિ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હાર્દીક પટેલ (Hardik Patel) ને જગદીશ ઠાકોરે ભાજપ (BJP) મા જોડાવવા બદલ શુભેચ્છા આપી હતી. કોંગ્રસે એક બાદ એક બે મજબૂત ચહેરા ચુંટણી પહેલા જ પોતાની પાસેથી ગુમાવી દીધા હોય ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ શરુ કર્યો છે. જે પ્રમાણે બે સભાઓ યોજી છે.

જગદીશ ઠાકરની આગેવાની ભિલોડા ખાતે કોંગ્રસ દ્વારા જન સંમેલન યોજવામા આવ્યું હતું. આ પહેલા બુધ વારે અશ્વિન કોટવાલ સામે ખેડબ્રહમામા સંમેલન યોજ્યા બાદ હવે કેવલ જોશીયારા સામે સંમેલન યોજાયુ હતું. જગદીશ ઠાકોરે આ દરમિયાન સ્વર્ગસ્થ ડો અનિલ જોષીયારાના વખાણ કર્યા હતા. જે જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા ભાજપમા થોડાક દીવસ અગાઉ જોડાયા છે. આમ કોંગ્રેસે હવે ભિલોડામાં પણ શક્તિ પ્રદર્શન કરવા માટે નો પ્રયાસ જગદીશ ઠાકોર અને મધૂસુદન મીસ્ત્રીની આગેવાનીમાં કર્યો હતો. મીસ્ત્રી અને ઠાકોરે કેવલ જોષીયારાએ ઉંમર પ્રમાણે યુવાનીમાં આ નિર્ણય લીધો હોવાનુ ગણાવ્યુ હતુ. હવે કોંગ્રેસે આગામી ચુંટણી માટેના ચહેરાની તૈયારીની વાત સંમેલનમા કરી હતી.

ભરતસિંહ સોલંકી મામલે આમ કહ્યુ

ઠાકોરે હાર્દીક પટેલના ભાજપમા જોડાવવાને લઈ શુભકામનાઓ પાઠવી હતી. ભરતસિંહ સોલંકીના વિડીયો પ્રકરણ મામલે પણ કહ્યું હતું કે તેમને ભરત સિંહ સાથે આજે સવારે વાત થઈ હતી. તેઓએ કહ્યું છે તેઓ સામે ચાલીને લોકો સામે આવી ઘટના અંગેની વાત કરવા આવશે. ઠાકોરે તેને અંગત સામાજિક વાત ગણાવી હતી અને ઘટના વેળા સાથે આવનારા કોણ હતા તેની તપાસની માંગ કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યુ હતુ કે, આ એક કૌટુંબિક ઝઘડો છે, જે સૌની જાણમાં છે. મારે આજે જ વાત થઇ છે, તેઓએ જણાવ્યુ હતુ કે, મારે જે કાંઈ કહેવાનુ હશે તે સમગ્ર મીડિયાને સાથે રાખીને ગુજરાતને કહીશ. મને એ સવાલ થાય છે કે ભરતસિંહ સાથે જે વાત બુમો પાડીને કહી રહ્યા છે, શુ થઈ રહ્યુ છે એ વિડીયો કેમ નથી બતાવતા. 4 વાગ્યે સાથે ગયેલા એ મિત્રો કોણ હતા અને તે કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે, તેની પણ તપાસ થાય એ જરુરી છે.

હાર્દિક પટેલને આપી શુભેચ્છા

હાર્દિક પટેલે ગુરુવાર એટલે કે બીજી જૂને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યુ હતુ કે, હાર્દિક પટેલને શુભેચ્છા. પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરુ છુ, અહીંયા આવ્યા પછી જે મળ્યુ જે આપ્યુ તેવુ ત્યાં મળે કે ના મળે તમે તમારુ જીવન ગુજારજો છ બાર મહિને બીજુ કંઇ આડુ અવળુ ના કરો એવી શુભેચ્છા.

Published On - 9:20 pm, Thu, 2 June 22

Next Article