CM ભૂપેન્દ્ર પટેલે બાયડ અને માણસામાં યોજી બેઠકો, ચૂંટણી પહેલાની સ્થિતી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી

|

May 19, 2022 | 8:06 PM

ચુંટણીઓ પહેલા જિલ્લા સ્તરે કેવા પ્રકારનો માહોલ છે અને લોકોની અપેક્ષાઓ અને અધિકારીઓ દ્વારા લોકોને કેવો સહકાર આપે છે, તેવી સ્થિતી જાણવા પ્રયાસ કર્યો.

CM ભૂપેન્દ્ર પટેલે બાયડ અને માણસામાં યોજી બેઠકો, ચૂંટણી પહેલાની સ્થિતી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી
CM Bhupendra Patel એ બે પ્રકારે જિલ્લા સમિક્ષા બેઠકો યોજી

Follow us on

અરવલ્લી (Arvalli) જિલ્લાના બાયડ ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મુલાકાત લીધી હતી. બાયડ ખાતે ભાજપના આગેવાનો અને પદાધીકારીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી ચુંટણી વિકાસના કાર્યોની અને રાજકીય સમિક્ષાની બે અલગ અલગ બેઠક યોજવામા આવી હતી. પ્રવાસની શરુઆત મુખ્ય પ્રધાને બાયડમાં આવેલ માનસિક દિવ્યાંગ મહિલા સમાજ સેવા ટ્રસ્ટની મુલાકાત સાથે કરી. ત્યાર બાદ જિલ્લાના સંગઠન અને સ્થાનિક સ્વરાજ્ય અને સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના માણસામાં પણ આ જ પ્રકારે બે અલગ અલગ બેઠકોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા હવે રાજકીય પક્ષોએ તેમની કાર્યવાહી શરુ કરી દીધી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લાના પ્રવાસ ખેડવાની શરુઆત કરી છે. આજે ગુરુવારે અરવલ્લી અને ગાંધીનગર એમ બે જિલ્લાની મુલાકાત મુખ્યપ્રધાને લીધી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે બંને જિલ્લાના સંગઠન અને અધીકારીઓ એમ બે અલગ અલગ બેઠકો યોજી હતી. અરવલ્લીના બાયડ ખાતે પહેલા સંગઠનના પદાધીકારીઓ અને વિવિધ સંસ્થા અને સ્થાનિક સ્વારાજ્યની સંસ્થાઓના ચેરમેન અને હોદ્દેદારો સહિતની ઉપસ્થિતીમા માર્ગદર્શન સંમેલન યોજવામા આવ્યું હતું. જેમા જિલ્લાની રાજકીય પરિસ્થિતિ નો તાગ મેળવી સમિક્ષા કરી હતી અને સાથે જ આગામી ચૂંટણીને લઈ માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

ત્યારબાદ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજવામા આવી હતી. જેમા જિલ્લામાં થઈ રહેલ વિકાસ કાર્યોની માહિતી મળવી સમિક્ષા કરી હતી. સાથે જ કામની ઝડપ વધારવા માટે અને લોકોના સુખ સુવિધાના પ્રાથમિક કાર્યોને સરળ બનાવવા સુચન આપ્યા હતા. અધિકારીઓની કામગીરીની પણ સમિક્ષા કરવામાં આવી હતી. બાયડ સ્થિત પ્રાંત અધિકારીની કચેરી ખાતે મુખ્યપ્રધાને બેઠકનુ આયોજન કરવાાં આવ્યુ હતુ. ત્યાર બાદ તેઓે મોટર માર્ગે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે જવા નિકળ્યા હતા. જ્યાં પણ આજ પ્રકારની બેઠકોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા

સંગઠન અને આગેવાનોની બેઠકમાં અરવલ્લી જિલ્લા પ્રભારી અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોર, સ્થાનિક સાંસદ સંભ્ય દિપસિંહ રાઠોડ, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, તેમજ પૂર્વ ધારાસભ્યો. જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધીકારીઓ અને જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે અધિકારીઓની બેઠકમાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીણા, એસપી સંજય ખરાત અને જિલ્લા વિકાસ અધિકારી સહીત અધિક અને નાયબ કલેકટર સહિત તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બંને બેઠકોમાં પહેલાથી જ નિશ્વિત કરાયેલા લોકોને જ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા.

Published On - 8:06 pm, Thu, 19 May 22

Next Article