Aravalli: શામળાજી બોર્ડર પાસેથી 48.53 લાખનો દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, કોણે મંગાવ્યો વિશાળ જથ્થો? તપાસ શરુ
ટ્રકમાંથી 784 જેટલા કાર્ટૂનમાં પેક કરેલ 24024 નગ બોટલ હાથ લાગી હતી. પોલીસે દારુના જથ્થા સાથે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે 48 લાખ 53 હજારના વિદેશી શરાબના જથ્થાને પોલીસે જપ્ત કર્યો હતો.
અરવલ્લી અને સાબરકાંઠા થઈને ગુજરાતમાં મોટા પાયે દારુ ઘુસાડવામાં આવતો હોય છે. આ માટે સરહદી વિસ્તારોમાં પોલીસની નજર ચૂકવવા માટે અવનવા કિમીયા બૂટલેગરો અપનાવીને દારુને મોટાપ્રમાણમાં ગુજરાતમાં હેરફેર કરવામાં આવતો હોય છે. આવી જ રીતે શામળાજી નજીક અણસોલ પોલીસ ચોકી પાસે પોલીસે એક દારુ ભરેલ કન્ટેનર ઝડપી લેવામાં આવ્યુ હતુ.
શામળાજી પોલીસને બાતમી મળી હોવાને લઈ ચેકિંગ વધારી દેવામાં આવ્યુ હતુ. આ દરમિયાન બાતમીના વર્ણન મુજબનુ ટ્રક કન્ટેનર આવી પહોંચ્યુ હતુ, જેને રોકીને તલાશી લેતા જેમાંથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
48.53 લાખનો દારુ ઝડપાયો
વિદેશી દારુની હેરાફેરી અટકાવવા માટે થઈને ગાંધીનગર રેન્જ આઈજી તરફથી સતત સરહદી જિલ્લાઓને ધોંસ વધારવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જ શામળાજી પોલીસને મોટો જથ્થો હાથ લાગ્યો છે. શામળાજી પોલીસ દ્વારા અણસોલ ચોકી પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. બાતમી હોવાને લઈ પોલીસે બાજ નજર સાથે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો પર ધ્યાન રાખવામાં આવી રહ્યુ હતુ. આ દરમિયાન જ એક કન્ટેનર ટ્રક બાતમી મુજબ આવી પહોંચતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. બંધ બોડીના કન્ટેનરમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.
ટ્રકમાંથી 784 જેટલા કાર્ટૂનમાં પેક કરેલ 24024 નગ બોટલ હાથ લાગી હતી. પોલીસે દારુના જથ્થા સાથે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે 48 લાખ 53 હજારના વિદેશી શરાબના જથ્થાને પોલીસે જપ્ત કર્યો હતો.
અણસોલ ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારુ કિ.રૂ.૪૮,૫૩,૪૦૦/-તથા કન્ટેનર સહિત કુલ કિ.રૂ.૫૮,૫૫,૪૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહી અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શામળાજી પોલીસ.@CMOGuj @sanghaviharsh @Harsh_Office @GujaratPolice @dgpgujarat pic.twitter.com/qDPhlHsvQx
— SP Arvalli (@SP_Arvalli) August 28, 2023
કોણે મંગાવ્યો જથ્થો?
મોટા પ્રમાણમાં દારુનો જથ્થો કોણે મંગાવ્યો છે, એ મામલે હવે તપાસ શરુ કરવામાં આવી છે. દારુનો જથ્થો અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર કે અમદાવાદ ક્યાં લઈ જવાતો હતો એ મોટો સવાલ બન્યો છે. આ ઉપરાંત દારુનો જથ્થો કોણે ભરી આપ્યો હતો અને કેવી રીતે હેરફેર કરવામાં આવી રહ્યુ હતુ એ તમામ બાબતોના તપાસ બારીકાઈ પૂર્વક કરવાની કાર્યવાહી શામળાજી પોલીસે શરુ કરી છે.