Birthday Party હોય તો આવી, યુવતીએ પોતાના શ્વાનના જન્મ દિવસે સગા સંબંધી તેડાવી ખુશીઓનો રંગ જમાવ્યો

|

Jun 15, 2022 | 12:03 PM

યુવતીએ શ્વાસન પ્રત્યેના પ્રેમને દર્શાવવા માટે જન્મદિવસની ઉજવણી કરવા માટે વિશેષ આયોજન કર્યુ હતુ, દિવ્યાંગ મહિલાઓના આશ્રમમાં જઈ પાર્ટી આપી, સગા સંબંધી અને મિત્રોને પણ તેડાવી જમણવાર કર્યો

Birthday Party હોય તો આવી, યુવતીએ પોતાના શ્વાનના જન્મ દિવસે સગા સંબંધી તેડાવી ખુશીઓનો રંગ જમાવ્યો
યુવતી અમદાવાદમાં રહે છે અને બાયડમાં પીયર ધરાવે છે

Follow us on

માણસ અને પ્રાણી વચ્ચેના પ્રેમના અનેક ઉદાહરણો સામે આવતા રહેતા હોય છે. બંને એક બીજાની જીંદગી બચાવવા માટે પણ જાનની બાજી લગાવી દેતા હોય છે. પ્રાણીઓ દ્વારા માણસો સાથેની દોસ્તીના અનેક ઉદાહરણો દરમિયાન અરવલ્લી (Arvalli) જિલ્લાના બાયડ (Bayad) માં એક અનોખો દાખલો જોવા મળ્યો છે. એક યુવતી દ્વારા પોતાના શ્વાનનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો. આ યુવતીએ પોતાના પરિવારના સભ્ય સમાન શ્વાનનો બર્થડે ઉજવ્યો હતો. તેણે માનસિક દિવ્યાંગ મહિલાઓના આશ્રમમાં જઈને આઈસ્ક્રિમ પાર્ટી આપી હતી. સાથે જ કેક કાપીને જમણવાર પણ યોજ્યો હતો. આમ શ્વાનની બર્થ ડે (Birthday) ની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી.

આમ તો જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે પરિવારના સભ્યો અને મિત્રોની કરવામાં આવતી હોવાનુ જોવા મળે છે. પરંતુ બાયડની એક યુવતીએ પોતાના દોસ્ત અને પરિવારના સભ્ય સમાન શ્વાનના જન્મની ત્રીજી વર્ષગાંઠની ઉજાણી સમાજ સેવાના કાર્ય સાથે કરી હતી. આમ શ્વાન માટે ખુશીઓ વ્યક્ત કરવા સાથે તેણે સેવાનુ કાર્ય કરવાની ભાવના પણ દર્શાવી હતી. બાયડના અયોધ્યાનગર સોસાયટી વિસ્તારમાં પીયર ધરાવતી અને અમદાવાદમાં રહેતી આ યુવતીને પોતાના પિયરમાં રહેતા શ્વાન સાથે ખૂબ પ્રેમ છે અને તેની તે ખૂબ જ કાળજી રાખે છે. તેના માટે એ દોસ્ત પણ છે અને તેના માટે એ પોતાના પરિવારનો સભ્ય પણ છે. આ મહિલાએ માનસિક દિવ્યાંગ મહિલાઓની સાથે મળીને તે ઉજાણી કરી હતી.

શ્વાનને સુંદર તૈયાર કરવામાં આવ્યો અને ખુશીઓ મનાવી

ઉર્વી અરોરા નામની યુવતી અને તેના પરીવારે શ્વાનને પાળ્યો છે. ગોલ્ડન રીટ્રિવર (Golden retriever) પ્રજાતિના આ શ્વાનનુ નામ ચિકૂ તરીકે રાખવામાં આવ્યુ છે. પરિવારનો શ્વાન પ્રેમ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં જાણીતો છે. જન્મદિવસે શ્વાન ચિકૂને સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેને આ જન્મદીને તેની ભાવતી તમામ ચિજો ખવરાવવામાં આવી હતી. ચિકૂને દિવસભર તેની ઈચ્છાઓ અને તેની ખુશીઓ પ્રમાણે મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વર્ષગાંઠની સંધ્યાએ પોતાના ઘરે અન્ય સગા સંબંધીઓ અને મિત્રોને બોલાવીને સૌની સાથે મળીને ઉજાણી કરી હતી. કેક કાપીને ઉજાણી કરી સૌને જમાડવાના ઉર્વી અરોરા અને તેમના પરિવારના સભ્યોનો ભાવ જોઈ આસપાસના લોકો પણ શ્વાન પ્રેમ પર આફરીન થઈ ગયા હતા. સૌ કોઈ તેમની આ ભાવનાને આવકારી હતી.

Published On - 12:01 pm, Wed, 15 June 22

Next Article