તસ્કરોના પાપે માસૂમ ભૂખ્યા! પ્રાથમિક શાળાના બાળકોને જમવાનો બધો જ સામન ઉપાડી ગયા, પોલીસે ફરીયાદ નોંધી શોધખોળ હાથ ધરી

|

Aug 11, 2022 | 5:06 PM

ભિલોડા વિસ્તારની પ્રાથમિક શાળાના બાળકોના મધ્યાહન ભોજન માટેના તમામ વાસણો તસ્કરો શાળાના રુમનુ તાળુ તોડી ઉપાડી ગયા, હવે પોલીસ ફરીયાદ નોંધી શોધખોળ કરવા લાગી

તસ્કરોના પાપે માસૂમ ભૂખ્યા! પ્રાથમિક શાળાના બાળકોને જમવાનો બધો જ સામન ઉપાડી ગયા, પોલીસે ફરીયાદ નોંધી શોધખોળ હાથ ધરી
ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ

Follow us on

અરવલ્લી (Aravalli) જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરો આમ તો બંધ મકાનો અને દુકાનોને તો નિશાન બનાવે જ છે, પરંતુ હવે શાળા અને બાળકોને લગતો સામાન પણ છોડતા નથી. ભિલોડા પોલીસ મથકે (Bhiloda Police Station) આવી જ એક ફરીયાદ નોંધાઈ છે કે, જેમાં તસ્કરો બાળકોની થાળી વાડકી તો ઠીક પણ શાળાના તગારા પણ ઉપાડી ગયા છે. તો વળી શાળામાં તપેલીઓ સુદ્ધા પણ નહીં રહેવા દેતા બીજા દીવસે શાળામાં આવેલો સ્ટાફ પણ મુસીબતમાં મુકાયો હતો કે બાળકોને જમાડવા માટે ભોજન બનાવવા માટે પણ શુ કરવુ.

ભિલોડા પોલીસ મથકે ફોનની ઘંટડી રણકતા જ પોલીસ કર્મી મોહનપુર ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. જોયુ તો બાળકોને બપોરે શાળાની રીશેષમાં ખવરાવવુ શુ તે ફરીયાદ નોંધવા માટેની માહિતી એકઠી કરવા પહેલાનો મોટો સવાલ સામે ઘૂમરાવવા લાગ્યો હતો. કારણ કે શાળા શિક્ષકો અને મધ્યાહન ભોજન સંચાલકને માટે રાંધવા માટેના ના તો શાળામાં વાસણો જોવા મળી રહ્યા હતા કે, પછી ના તો બાળકોને જમાડવા માટેના વાસણો. જોકે આચાર્ય અને સ્ટાફે બાળકોને નિસાસા ના પડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાતો ઉભી કરી પણ એ કરવુ એ તસ્કરોના પાપે મુશ્કલ બની ગયુ હતુ.

આચાર્યએ ચોરીની ફરીયાદ નોંધાવી

વાત જાણે એમ હતી કે, શાળામાં આચાર્ય મણીબેન નિનામા પહોંચ્યાતો શાળાના મધ્યાહન ભોજન રુમનુ તાળુ જ તુટેલુ હતુ. જ્યાં સંચાલિકા મંજુલાબેન પટેલને બોલાવીને જોતા અંદરથી વાસણો સહિતનો સરસામાન જ ગાયબ હતો. અજાણ્યા તસ્કરોએ રુમમાં ગોઠવેલો મોટાભાગનો સામાન ચોરી કરી ગયા હતા. રુમમાં બાળકોને મીડ ડે મીલ અંતર્ગત બપોરે રીશેષમાં પોષણક્ષમ આહાર આપવા માટે રસોઈ કરવા અને જમાડવા માટેના વાસણો ગોઠવેલા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રસોઈ માટે ઉપયોગમાં લેવાતા પરાથ, તપેલા અને તપેલી, તાસક, વાસણ ગોઠવવાનો ઘોડો, તેલનો ડબ્બો એક ભરેલો તેમજ તગારુ પણ તસ્કરો ઉપાડી ગયા હતા. બાળકોએ જમવા માટે ઉપયોગમાં લેવાની 40 નંગ ડીશોપણ તસ્કરો ચોરી કરી ગયા હતા. ભીલોડા પોલીસ મથકે આ અંગે આચાર્ય મણીબેને ફરીયાદ નોંધાવી છે. પોલીસે હવે બાળકોને નિસાસા નંખાવનારા તસ્કરોની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ હવે સરકારી તંત્ર નવા વાસણો ના ફાળવે ત્યાં સુધી મુશ્કેલીનો સામનો બાળકોએ કરવો પડશે એવી સ્થિતી સર્જાઈ છે.

Published On - 5:05 pm, Thu, 11 August 22

Next Article