Aravalli: તહેવારોને લઈ દારુ ઘૂસાડનારાઓ પર ધોંસ વધી, અરવલ્લી પોલીસે 3 દિવસમાં 4 કેસ નોંધાયા

અરવલ્લી પોલીસ દ્વારા બોર્ડર ચેકપોસ્ટ અને રાજસ્થાન સરહદ તરફથી આવતા તમામ માર્ગો પર બાજ નજર રાખવાની શરુઆત કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે સ્થાનિક બુટલેગરોની પર પણ નજર વધારતા દારુનો જથ્થો હાથ લાગ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર અલગ અલગ જગ્યાએથી દારુનો જથ્થો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

Aravalli: તહેવારોને લઈ દારુ ઘૂસાડનારાઓ પર ધોંસ વધી, અરવલ્લી પોલીસે 3 દિવસમાં 4 કેસ નોંધાયા
3 દિવસમાં 4 કેસ નોંધાયા
| Updated on: Oct 18, 2023 | 9:20 PM

રાજસ્થાન તરફથી તહેવારો દરમિયાન દારુની હેરાફેરીની શરુઆત થવા લાગી છે. દર વર્ષે દિવાળીના તહેવારો પહેલા દારુનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડાતો હોય છે. જેને લઈ હવે બોર્ડર વિસ્તારના જિલ્લાઓની પોલીસ અને ચેકપોસ્ટ પર પોલીસે ધોંસ વધારી દીધી છે. બુટલેગરોને ઝડપી પાડવા માટે પ્રયાસો શરુ કરી દેવામાં આવ્યા છે અને જે દિવાળીના તહેવારો સમાપ્ત થવા લાગી જારી રહેશે. ત્રણ દિવસમાં અરવલ્લી પોલીસે ચાર અલગ અલગ જગ્યાએથી દારુ ઝડપાયો છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video

અરવલ્લી પોલીસ દ્વારા બોર્ડર ચેકપોસ્ટ અને રાજસ્થાન સરહદ તરફથી આવતા તમામ માર્ગો પર બાજ નજર રાખવાની શરુઆત કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે સ્થાનિક બુટલેગરોની પર પણ નજર વધારતા દારુનો જથ્થો હાથ લાગ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર અલગ અલગ જગ્યાએથી દારુનો જથ્થો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

ગણેશપુરામાંથી ઝડપાયો દારુ

મોડાસા શહેર પોલીસ દ્વારા ગણેશપુર ગામમાં રેહતા જીગર જેઠાજી ડામોરના ઘરે બાતમી આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસની ટીમને ઘર આસપાસના ઝાડી ઝાંખરાઓમાં સંતાડી રાખેલ દારુનો જથ્થો મળી આવ્યો હતો. ઝાંખરાઓમાં છુટો છવાયો દારુનો જથ્થો છુટ્ઠી બોટલના રુપમમાં સમંતાડી રાખેલ હતો. જેને એકઠી કરતા પોલીસને 68 નંગ ટીન અને બોટલો મળી આવી હતી. પોલીસે આ અંગે જીગર ડામોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પુલ નિચે સંતાયેલા શખ્શ પાસેથી દારુ ઝડપાયો

તહેવારોમાં દારુની માંગ વધતા થેલામાં દારુ ભરીને ખેપ મારનારા ખેપિયા યુવાનોની પણ સંખ્યા વધી જતી હોય છે. સરહદ નજીકના વિસ્તારમાં આવેલ મેઘરજના છીંટાદરા પુલ નિચે ઉભેલ એક યુવાન શંકાસ્પદ જણાતા તપાસ કરાઈ હતી. જે પોલીસને જોઈ નદીના પટમાં ભાગવા લાગતા પોલીસે તેને ઝડપી લેતા 10 નંગ દારુની બોટલનો જથ્થો ઈસરી પોલીસને હાથ લાગ્યો હતો.

એલસીબીએ બાતમી આધારે દરોડો પાડ્યો

મોડાસા શહેરની સહયોગ ચોકડી પાસે બાતમી આધારે એકલીંગજી સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મેહુલ નરેન્દ્રભાઈ જયસ્વાલના ઘરેથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. મેહુલ જયસ્વાલે પોતાના ઘરની પાછળના ભાગે અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ગુપ્ત ખાનુ બનાવી દારુ સંતાડ્યો હતો. એલસીબીની ટીમે 131 દારુની બોટલ અને ટીનને ઝડપી લઈને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દારુ ભરેલ કાર ઝડપાઈ

હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ ગડાદર પુલ પાસેથી ટીંટોઈ પોલીસના મહિલા પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે એક શંકાસ્પદ કારમાંથી દારુનો જથ્થો ઝડપ્યો હતો. ફોરચ્યુનર કાર શંકાસ્પદ જણાતા તેનો પીછો કરીને બામણવાડ ગામની સીમમાંથી ઝડપી લીધી હતી. કારચાલક ઝાડીઓનો લાભ લઈને પલાયન થઈ ગયો હતો. ટીંટોઈ પોલીસે કારમાંથી 344 નંગ બોટલનો જથ્થો ઝડપી લઈને કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:20 pm, Wed, 18 October 23