Aravalli: મોડાસા શહેરમા બાઇક સ્ટંટ કરતી ગેંગને પોલીસે ઝડપી, જિલ્લામાં 3 લાખથી વધુ લોકોને રસી અપાઇ

|

Jul 07, 2021 | 10:21 AM

જીલ્લાના મુખ્ય મથક મોડાસા (Modasa) શહેરમાં બાઇકર્સ ગેંગે લોકોને પરેશાન કરી મુક્યા હતા. રસ્તાઓ પર સ્ટંટ કરવાના અને લોકોને પરેશના કરવાને લઇ પોલીસે લાલ આંખ કરી છે.

Aravalli: મોડાસા શહેરમા બાઇક સ્ટંટ કરતી ગેંગને પોલીસે ઝડપી, જિલ્લામાં 3 લાખથી વધુ લોકોને રસી અપાઇ
Aravalli News Round Up

Follow us on

મોડાસામાં બાઇકર્સ ગેંગ ઝડપાઇ

શહેરના ભરચક રસ્તાઓ પર જ હરફાઇ લગાવનાર બાઇકર્સ ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. અવનાર નવા શહેરમાં સ્પોર્ટ્સ બાઇક દ્વારા પુરઝડપે હંકારીને રાહદારીઓને પરેશાન કરવામાં આવે છે. જેને લઇને અરવલ્લી SP સંજય ખરાત (Sanjay Kharat) ને બાઇકર્સ ગેંગ સામે લાલ આંખ કરવામાં આવી હતી. જેને લઇને મોડાસા PI નિત્મીકા જી ગોહીલ દ્વારા શહેરના રસ્તાઓ પર બાઇકર્સ ગેંગની હરકતોને ચકાસવામાં આવી હતી.

આ દરમ્યાન બાઇકર્સ ગેંગને CCTV મારફતે શોધવાની કવાયત હાથ ધરતા 8 જેટલા બાઇકર્સ ગેંગના યુવકો પોલીસને હાથ લાગ્યા હતા. શહેરના રસ્તાઓ પર સ્ટંટ કરવા માટે વપરાયેલ 6 જેટલા બાઇક પોલીસે કબજે લઇ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. મોડાસા શહેરમાં બાઇકર્સ દ્વારા કરવામાં આવતા રેસીંગ અને અને સ્ટંટ થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જેને લઇને આ ટોળકીને ઝડપી પાડવા માટે એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ શહેરમાં લગાવેલ નેત્રમ યોજના હેઠળના સીસીટીવી કેમેરા દ્વારા સતત રસ્તાઓ પર વોચ રખાશે. જેમાં નજર આવનારા બાઇકર્સ સ્ટંટ બાજોને ઝડપીને કાર્યવાહી હાથ ધરાશે.

ઝડપાયેલા આરોપી

  1.  રોશનઅલી ઐયુબભાઇ મુલતાની
  2. ફઝલ અલી મહંમદભાઇ મુલતાની
  3. ગુલામહુસેન પીરમહંમદ મુલતાની
  4. મોહસીન સાકીરભાઇ મુલતાની
  5. અકીલ હસનભાઇ મુલતાની
  6. મહંમદ રશીદ ફકીર મહંમદ મુલતાની
  7. અઝહરુદ્દીન અલીમહંમદ મુલતાનીમોહસીન પીરમહંમદ મુલતાની

તમામ રહે. રાણા સૈયદ વિસ્તાર મોડાસા શહેર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અરવલ્લી જીલ્લામાં ત્રણ લાખ વધુ લોકોને કોરોના રસીકરણ કરાયુ

અરવલ્લી (Aravalli) જીલ્લામાં આમ કોરોના રસી (Corona Vaccination) ને લઇ ને લોકોમાં નિરસતા જોવા મળી રહી હતી. ખાસ કરીને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસી પ્રત્યે નિરસતાનુ પ્રમાણ હતુ. જેને લઇને અનેક ગામડાઓમાં કોરોના (Corona) રસીકરણ થયુ જ ના હોય તેવી સ્થિતી હતી. પરંતુ હવે જિલ્લામાં રસીકરણ પર ભાર મુકવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જિલ્લામાં તમામ 6 તાલુકા મથકોમાં અત્યાર સુધીમાં 3 લાખ 20 હજાર 81 લોકોને રસી અપાઇ ચુકી છે. જૈ પૈકી 18 થી 44 વયજૂથના 90 હજાર 351 યુવાનોને રસી અપાઇ છે. જિલ્લામાં 5 લાખ 24 હજાર જેટલા યુવાનો છે. આમ તે પૈકાના 16 થી 17 ટકા યુવાનોને રસીકરણ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં 1.21 લાખ લોકો એ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આમ હવે લોકો રસી પ્રત્યે જાગૃત થઇ આગળ આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ  Sabarkantha: ખેંચાયેલા વરસાદથી ખેડૂત ચિંતામાં, જાણો અરવલ્લી અને સાબરકાંઠાના જળાશયોની સ્થિતિ

Next Article