ધોકા વડે મારમારી લુંટ આચરનારી ગેંગ મોડાસા LCBએ ઝડપી, શામળાજીની ફાયનાન્સ પેઢી કર્મચારીઓને લૂંટ્યા હતા

|

Jan 05, 2023 | 10:24 PM

શામળાજી સ્થિત એક ખાનગી ફાઇનાન્સ પેઢીના કર્મચારીઓને રાજસ્થાન અને ગુજરાત સરહદના અંતરિયાળ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટી લેવાયા હતા. ઘટનાને લઈ અરવલ્લી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ધોકા વડે મારમારી લુંટ આચરનારી ગેંગ મોડાસા LCBએ ઝડપી, શામળાજીની ફાયનાન્સ પેઢી કર્મચારીઓને લૂંટ્યા હતા
Modasa LCB એ આરોપી ઝડપી લીધા

Follow us on

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાબચિતરીયા પાસે ધોકા વડે માર મારીને ખાનગી ફાઇનાન્સ પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ લૂંટી લેવાની ઘટના એક મહિના પહેલા નોંધાઈ હતી. શામળાજી પોલીસે 2.59 લાખ રૂપિયાની લૂંટ કરતી ગેંગ ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ અરવલ્લી પોલીસ દ્વારા LCB સહિતની ટીમો લુંટારુ ગેંગને શોધી નિકાળવા માટે કામ લગાડવામાં આવી હતી. આ દરમિયાન લુંટારુ ગેંગને મોડાસા એલસીબી ટીમે ઝડપી લીધી છે.

આરોપીઓ પાસેથી લુંટી લેવાયેલી રોકડ રકમ પૈકી 1.2 લાખ રૂપિયા મળી આવ્યા છે. એલસીબીએ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સ મારફતે આરોપીઓ સુધી પહોંચવાની કડીઓ મેળવવાની શરૂઆત કરી હતી, જેમાં સફળતા મળતા 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ધોળે દહાડે કરાઈ હતી લુંટ

ગત 9 મી ડિસેમ્બરે શામળાજી સ્થિત એક ખાનગી ફાઇનાન્સ પેઢીના કર્મચારી ને લૂંટી લેવાયા હતા. પેઢીના બે કર્મચારી ફાયનાન્સની ઉઘરાણી માટે નિયમિત રૂપની માફક નીકળ્યા હતા. જે દિવસે તેઓ રાજસ્થાન અને ગુજરાત સરહદના બંને રાજ્યો ના અંતરિયાળ ગામો તરફ ગયા હતા. ઉઘરાણી કરીને બંને કર્મચારીઓ બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે જાબચિતરીયા ગામની સીમમાં બોબી માતાથી આગળ આવતા જ રસ્તો રોકી ધોકા વડે માર મારી લૂંટી લેવાયા હતા. લુંટારુ ગેંગે કર્મચારીઓ કંઈ સમજે એ પહેલાં તેના પર ધોકા લઈ તૂટી પડ્યા હતા. લુંટારુ ગેંગ બંને કર્મચારીઓ પાસેથી 2.59 લાખ રૂપિયાની ઉઘરાણી ની રકમ લૂંટી ગયા હતા.

લૂંટમાં ગુમાવેલ 1.2 લાખ રુપિયા પરત મળ્યા

ઘટનામાં પિડિત કર્મચારી રાજુભાઈ બુધાભાઈ ખાંટે શામળાજી પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. ધોળા દિવસે લૂંટ થવાની ઘટનાને પગલે અરવલ્લી પોલીસ દ્વારા આરોપી લુંટારુ ગેંગને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન એલસીબીને આરોપી ગેંગ સંદર્ભે બાતમી મળતા તેઓએ તે દિશામાં તપાસ શરૂ કરી હતી. નંબર વિનાના બાઈક પર રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા અને જાબચિતરીયા ગામની સિમ નજીક જ આવતા સ્થાનિક એલસીબી ટીમે તેને ઝડપી પાડ્યા હતા.

 

મોડાસા DySP કે.જે. ચૌધરીએ મીડિયાને વિગતો આપતા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, “એલસીબી ટીમે બાતમી મળી હતી અને તેને લઈ પહેલાથી સરહદી વિસ્તારમાં વોચ રાખી હતી. ચાર આરોપીઓને ઝડપી લઈ પોલીસે તેની પૂછપરછ કરતા અને તેમની પાસેથી રોકડ રકમ મળી આવી હતી. લૂંટમાં ગુમાવેલી 2 લાખ 59 હજાર રૂપિયાની રકમ માંથી પોલીસને 1 લાખ 2 હજાર રૂપિયાની રકમ પરત મળી આવી હતી. હજુ પણ પોલીસ દ્વારા તેમની પૂછપપરછ કરાઈ રહી છે. તેઓ પાસેથી અન્ય ગુના આચર્યાની વિગતોને મેળવવા તપાસ કરાઈ રહી છે.”

 

ઝડપાયેલા આરોપી

  1. નિવાસ બંસીલાલ અહારી, રહે. જાયરા ટેબરોન ફળો તા. ખેરવાડા. જિ. ઉદયપુર
  2. અરવિંદ રમેશભાઈ ખરાડી, રહે. જાયરા ડોલી ફળો, નવા ગામ તા. ખેરવાડા જિ. ઉદયપુર
  3. મનોજ જીવાલાલ ભગોરા, રહે ધામોદ તા. વીંછીવાડા તા. વીંછીવાડા જિ. ડુંગરપુર
  4. લલિત રમણલાલ ડામોર, રહે જાંબુડી ડામોર ફળો તા. વીંછીવાડા જિં. ડુંગરપુર

Published On - 10:00 pm, Thu, 5 January 23

Next Article