Aravalli: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનુ સુકાન મહિલાને સોંપી નવી દિશા ચિંધી, મહિલા ખેડૂત હવે ખેડૂતોની સંસ્થાના ટોચના પદે

|

Sep 01, 2021 | 11:58 PM

મહિલાઓ હવે ખેતી જ નહી પરંતુ ખેડૂતોની સંસ્થાઓની સત્તાને સંભાળવા માટે સક્ષમ છે એમા બે મત નથી. અરવલ્લીના ખેતિવાડી બજારે ચેરમેન પદની ચુંટણી યોજવાને બદલે મહિલાને સત્તા સોંપીને નવી દિશા ચિંધી છે.

Aravalli: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનુ સુકાન મહિલાને સોંપી નવી દિશા ચિંધી, મહિલા ખેડૂત હવે ખેડૂતોની સંસ્થાના ટોચના પદે
APMC Bhiloda

Follow us on

અરવલ્લી (Aravalli) જિલ્લાના ભિલોડામાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC Bhiloda) ના ચેરમેન પદે માટે ચુંટણી યોજાઇ હતી. જેમાં મહિલા ખેડૂત ચેરમેન પદે બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. ખેતીવાડી બજાર સમિતિ દ્વારા એક નવી દિશા ચિંધવા રુપ નિર્ણય કરીને માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદની મહત્વની જવાબદારી મહિલા ખેડૂતને સોંપી હતી.

સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે સ્થાનિક કક્ષાની સહકારી સંસ્થાઓમાં પણ મહિલાઓને આગળ  લાવવાનો  પ્રયાસ કરવાની માંગ છે. આ દરમ્યાન ખેડૂત સંસ્થાનુ સુકાન મહિલાના હાથમાં સોંપવાની પહેલ ભિલોડા (Bhiloda) ના ખેડૂત આલમે કરી છે.

ભિલોડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે નિલમકુંવરબા સિસોદીયાને બિન હરીફ રીતે ચુંટવામાં આવ્યા હતા. ચેરમેનના મહત્વના પદ માટે સામાન્ય રીતે માર્કેટીંગ યાર્ડો અને સહકારી રાજકારણમાં ખેંચમતાણ જોવા મળતી હોય છે. પરંતુ અહી નવી દિશા ચિંધવા રુપ પ્રયાસ કરીને બોર્ડ ઓફ ડીરેક્ટરો એ નિલમકુંવરબાને પસંદ કર્યા હતા. તેઓને ચેરમેન પદ સોંપવા માટે ચુંટણીની પ્રક્રિયા યોજવાને બદલે પસંદગી કરવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આમ ખેડૂત આલલમાં પણ આ બાબતની સરાહના કરવામા આવી હતી. બજાર સમિતાના સભ્યોના આ પ્રયાસને ખેડૂત આગેવાનો એ બિરદાવ્યો હતો.

ખેતી પર જ મહંદઅંશે નભી રહેલા ભીલોડા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોનો ધસારો રહેતો હોય છે. વિસ્તારમાં મગફળી જેવા તેલિબીયાપાક ઉપરાંત ઘઉં અને મકાઇ જેવા પાકોનુ વાવેતર પણ વિશાળ પ્રમાણમાં થતુ હોય છે. જે માટે ખાસ કરીને મગફળી અને ઘઉં જેવા પાકોના વેચાણ માટે અહી ખેડૂતોનો ધસારો રહેતો હોય છે. આમ મહિલા ચેરમેન માટે વિશેષ જવાબદારી રહેવાની છે. મહિલા ભિલોડા નજીકના સ્થાનિક ખેડૂત છે.

વાઇસ ચેરમેન પદે ખેડૂત આગેવાન જયંતિભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. જયંતિભાઇ આ વિસ્તારના અગ્રણી ખેડૂત છે. ભીલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તાલુકા ખેડુતો માટે વિશેષ પ્રકારે કામગીરી કરતુ રહ્યુ છે. ભિલોડા તાલુકાની મતદાર યાદીમાં સમાવિષ્ટ તમામ ખેડૂતોને વિમા કવચની પહેલની શરુઆત કરી હતી.

આ પણ વાંચોઃ Aravalli: ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટમાં મહત્વનો ખુલાસો, હેન્ડ ગ્રેનેડનો બ્લાસ્ટ થયો હોવાનું SOGની તપાસમાં ખુલ્યું

આ પણ વાંચોઃ  IND vs ENG: રવિન્દ્ર જાડેજાનો ફેન છે ઇંગ્લેન્ડનો નવો વાઇસ કેપ્ટન, કહ્યું કાયમ માટે હું તેને મારી ટીમમાં રાખવા માંગીશ

Next Article