IND vs ENG: રવિન્દ્ર જાડેજાનો ફેન છે ઇંગ્લેન્ડનો નવો વાઇસ કેપ્ટન, કહ્યું કાયમ માટે હું તેને મારી ટીમમાં રાખવા માંગીશ

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ હાલના સમયમાં બોલીંગ સાથે સાથે બેટીંગમાં પણ ટીમ ઇન્ડીયા માટે મહત્વનો રોલ નિભાવ્યો છે. નીચલા ક્રમમાં તેની બેટીંગ ભારત માટે ખૂબ જ કામની રહી છે.

IND vs ENG: રવિન્દ્ર જાડેજાનો ફેન છે ઇંગ્લેન્ડનો નવો વાઇસ કેપ્ટન, કહ્યું કાયમ માટે હું તેને મારી ટીમમાં રાખવા માંગીશ
Ravindra Jadeja

રવિચંદ્રન અશ્વિન (R Ashwin) પ્રથમ ત્રણ ટેસ્ટમાં બહાર રહેવાને લઇને મોઈન અલી (Moeen Ali) આશ્ચર્યચકિત છે. પરંતુ ઈંગ્લેન્ડના આ ઓફ સ્પિનરે કહ્યું કે, જો ભારત માત્ર એક જ સ્પેશિયાલિસ્ટ સ્પિનરને લઇને મેદાને ઉતરવાની રણનિતી હોત તો, તેની પસંદગી માત્ર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની હોત.

જાડેજાને તેની બેટિંગના કારણે અશ્વિન કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પરંતુ ઓવલ ખાતે ગુરુવારથી શરૂ થતી ચોથી ટેસ્ટમાં ટીમમાં ફેરફાર થઈ શકે છે.

મોઈને ચોથી ટેસ્ટ પહેલા કહ્યું, મને થોડું આશ્ચર્ય છે કે અશ્વિન હજુ સુધી રમ્યો નથી. પરંતુ હું માનું છું કે જાડેજા એક અદભૂત ક્રિકેટર છે અને વિશ્વના મારા પ્રિય ક્રિકેટરોમાંનો એક છે. હું હંમેશા જાડેજાને મારી ટીમમાં રાખીશ. મને લાગે છે કે લોર્ડ્સમાં જીત બાદ ભારતે ચાર ઝડપી બોલરો સાથે જવાની વ્યૂહરચના અપનાવી અને જાડેજાએ શાનદાર કામ કર્યું. મને ખાતરી છે કે આગામી ટેસ્ટમાં અશ્વિનના નામ પર વિચાર કરવામાં આવશે.

ઓવલમાં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિકે લગાવનાર મોઇને કહ્યુ, હું ફરીથી હેટ્રિકની અપેક્ષા નથી કરતો પરંતુ આશા છે કે પિચ સ્પિનને મદદ કરશે. તે બેટિંગ કરવા માટે સારી વિકેટ છે અને સ્પિનરોને અંતમાં મદદ કરશે. લોર્ડ્સ ટેસ્ટમાં બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફરેલા મોઈનને નથી લાગતું કે, તેનું સ્થાન કન્ફર્મ થઈ ગયું છે.

પરંતુ તેણે કહ્યું કે, તે સન્માનની વાત છે કે વાઈસ કેપ્ટન પદ મળવુ સન્માનની વાત છે. તેણે કહ્યું કે, ઇંગ્લેન્ડ માટે કોઇપણ ફોર્મેટમાં કેપ્ટન કે વાઇસ કેપ્ટન બનવું એ ખૂબ જ સન્માનની વાત છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું.

એશિઝ સિરીઝ પર છે મોઇનની નજર

મોઈન અલીએ વર્ષના અંતે એશિઝ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, હું ટીમમાં મારું સ્થાન પાક્કુ કરવા માંગુ છું. બે મેચ રમ્યા બાદ મને લાગે છે કે હું મારી લયમાં આવી રહ્યો છું. ભારત સામે આગામી બે ટેસ્ટથી અપેક્ષા છે. તેમની સારી રમત સાથે, હું ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ જગ્યા બનાવી શકું છું.

મોઇનને લાગ્યું કે ઇંગ્લેન્ડે હેડિંગ્લેમાં શબ્દોના યુદ્ધ કરતાં રમત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને શ્રેણીને બરાબર કરી. તેણે કહ્યું, ‘આશા છે કે ભારતે અત્યાર સુધી જે તીવ્રતા દર્શાવી છે તે શ્રેણીમાં ચાલુ રહેશે. હેડિંગલીમાં અમારો પહેલો દિવસ અદ્ભુત હતો. તે પછી અમે આગામી મેચ પણ સારી રીતે રમી. અમે છેલ્લી મેચમાં પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આવનારી મેચોમાં પણ આ જ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ ICC Test Rankings: જો રુટ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બન્યો, વિરાટ કોહલી પાછળ ધકેલાયો, રોહિત શર્મા ફાયદામાં

આ પણ વાંચોઃ Football: બ્રિસબેનમાં 12 વર્ષનાં ભારતીય ફુટબોલરની ધર્મ પરત્વેની અડગતા જીતી, કહ્યું મારા માટે સોકર નહી સંપ્રદાય અને ધર્મ પાલન જરૂરી, વાંચો શું થયો વિવાદ

Click on your DTH Provider to Add TV9 Gujarati