Aravalli : ખેડૂતોએ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું કર્યું શરૂ, ઓર્ગેનિક ગોળનું કરી રહ્યા છે વેચાણ

|

Jan 24, 2021 | 6:37 PM

Aravalli : Modasa તાલુકાના ગઢડા કંપાના ખેડૂતો શેરડીનુ વાવેતર કર્યુ છે. બજારમાં પોષણક્ષમ ભાવોની સમસ્યાને લઇને આખરે દેશી ગોળ બનાવવાની શરુઆત કરી છે.

Aravalli : ખેડૂતોએ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું કર્યું શરૂ, ઓર્ગેનિક ગોળનું કરી રહ્યા છે વેચાણ

Follow us on

Aravalli : અરવલ્લી જીલ્લાના ખેડૂતો આમ તો સાહસિક ગણવામાં આવે છે. સાથે જ તેઓ ખેતીમાં વિવિધતા આણીને વધ સમૃદ્ધી મેળવવાની દિશા પણ ચિંધતા રહેતા હોય છે. આવી જ રીતે મોડાસા તાલુકાના ગઢડા કંપાના ખેડૂતો શેરડીનુ વાવેતર કર્યુ છે. જે શેરડીને બજારમાં પોષણક્ષમ ભાવોની સમસ્યા, લોકડાઉન દરમ્યાન પણ ઉત્પાદન વેચવાની મુશ્કેલીને લઇને તેમણે આખરે દેશી ગોળ બનાવી વેચવાની શરુઆત કરી છે. આમ પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી organic farming કરવા માટે પ્રેરાયેલા હતા.

અરવલ્લીના ખેડૂતો બનાવે છે ઓર્ગેનિક ગોળ

Modasa તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું, જો કે બજારમાં ક્યાં વેચવી તેનો સવાલ હતો,, એટલું જ નહીં થોડાક સમય બાદ લોક ડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી,ઘઉ,ચણા, કપાસ જેવી ખેતી થતી હોય છે, ઉત્તર ગુજરાત માં શેરડી ની ખેતી કરવાનું સાહસ ખૂબ જ ઓછા ખેડુત કરે છે. આવામાં ગઢડાકંપાના ખેડૂત મિતેશ પટેલ અને હરિભાઇ પટેલ સહિતના ખેડૂતોએ નવતર પ્રયોગ કરી શેરડીની ઓર્ગેનીક ખેતી કરી હતી. તેમના ખેતરમાં તૈયાર થયેલ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે. કાચા માલના ભાવ કરતા ઓર્ગેનીક ગોળનું વેચાણ કરી ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે અહીંના ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડુતો માટે નવો ચીલો ચીતર્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Next Article