ખાસ કરીને ગુજરાતમાં લર્નિંગ લાઈસન્સ કઢાવવા માટે જિલ્લા કક્ષાએ આવેલી આરટીઓની કચેરીમાં લોકોને ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. રાજ્ય સરકારે આ બાબતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અનેક ગામડાઓ આવેલા છે અને ત્યાં વસતા લોકોને લર્નિંગ લાઈસન્સ કઢાવવા માટે શહેર કે જિલ્લા સુધી લાંબા થવાનો વારો આવતો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ‘વિધવા મા માટે સારો વર જોઈએ છે’ દીકરાની ફેસબુક પોસ્ટ થઈ વાઈરલ
15 નવેમ્બર 2019થી રાજ્યના તમામ તાલુકાઓમાં આવેલી 221 ITIમાંથી કાચા લાઈસન્સને લઈને કાર્યવાહી કરી શકાશે. આમ નજીકમાં જ લાઈસન્સ કાઢવાની પ્રક્રિયા શરુ થઈ જશે. આ સિવાય રાજ્યમાં આવેલી 29 પોલીટેકનીક કોલેજ ખાતે પણ લાઈસન્સને લઈને કામગીરી થઈ શકશે. એક જ આરટીઓ કચેરીમાં લોકોને ધક્કા ખાવા પડતા હતા તેમાંથી મુક્તિ મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય ઓનલાઈન સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. લર્નિંગ લાઈસન્સ માટેની ફી parivahan.gov.in પર ભરી શકાશે. આ ઓનલાઈન સુવિધાના લીધે લાઈનમાં ઉભા રહીને સમય બગાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. લર્નિંગ લાઈસન્સની એપોઈટમેન્ટ પણ cot.gujarat.gov.in પરથી લઈ શકાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]