Surat: ફરી એક બાળકી દુષ્કર્મનો ભોગ બની, 4 સંતાનોના પિતાએ અમાનુષી કૃત્ય આચર્યું
નરાધમ ડ્યૂટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી હતી. તે સમયે નરાધમે બાળકીને કેળુ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો હતો. બાળકી એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તેણે ઘરમાં વાત પણ કરી ન હતી.
સુરત (Surat) માં વધુ એક બાળકી બળાત્કારનો ભોગ બની છે. પાંડેસરા શ્રમ વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકીને પડોશમાં રહેતા 4 સંતાનોના પિતાએ કેળુ આપવાની લાલચ આપી રૂમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પડોશી (Neighbor) ની આવી હરકતથી બાળકી એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તેણે ઘરમાં વાત પણ કરી ન હતી. બાળકી (girl) જયારે કપડા બદલવા માટે ગઈ ત્યારે માતાને શંકા ગઈ હતી. પછી માતાએ દીકરીને બેસાડી પૂછપરછ કરી જેમાં પડોશીની ગંદી હરકતોનો ભાંડો ફુટયો હતો. માતા પડોશીને પૂછવા ગઈ તો તેણે આવુ કશું ન કર્યુ હોવાનું રટણ કર્યું હતું. આજુબાજુના લોકોએ એકત્ર થઈ પડોશીને માર મારી પોલીસ (Police) ને સોંપી દીધો હતો.
શહેરમાં વધતા જતાં દુષ્કર્મો વચ્ચે વધુ એક બાળખી પીંખાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ત્યારે ગૃહ મંત્રી પણ ગઈ કાલે એક દુષ્કર્મ ને લઈને નિવદેન આપ્યું હતું જેમાં કે માતા પિતા અને ઘરના લોકોએ ખાસ ધ્યાન રખવું જરૂરી છે અને મોબાઈલ મહત્વનું પાસું છે ત્યારે સુરત વધુ એક ઘટના સામે આવું જેમાં પાંડેસરા પત્રકાર કોલોની વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ગત રાતે 5 વર્ષની અંકિતા ઘરના આંગણામાં રમી રહી હતી. ત્યારે પરપ્રાંતિય પરિવારનો પરિચીત દિનેશ મદારીલાલ પ્રજાપતિ રાતે 8.15 વાગ્યાના અરસામાં ઘસી આવ્યો હતો.
દિનેશ પરપ્રાંતિય પરિવારનો પરિચીત અને વારંવાર ઘરે આવતો હોવાથી અંકિતા તેની સાથે રમતી હતી. ગત રાતે દિનેશ અંકિતાને કેળું આપવાના બહાને પોતાની રહેણાંક રૂમમાં લઇ ગયો હતો. જયાં માસુમને નિર્વસ્ત્ર કરી ગુપ્તાંગમાં અડપલા કર્યા હતા. જો કે અંકિતા રડવા લાગતા દિનેશે આ વાત કોઇને કહેતી નહીં એમ કહી મોકલી દીધી હતી. જો કે ગુપ્તાંગમાં અડપલાને પગલે દુઃખાવો થતા અંકિતા ઘરે જઇને રડતા-રડતા પોતાની સાથે થયેલા અધમ કૃત્યની જાણ માતાને કરી હતી.અંકિતાના માતા-પિતાએ તુરંત જ પડોશીઓની મદદથી દિનેશને પકડી લીધો હતો અને કંટ્રોલ રૂમમાં ફોન કરતા પાંડેસરા પોલીસ દોડી આવી હતી.
પોલીસે દિનેશ વિરૂધ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે એમ્બ્રોઇડરીમાં નોકરી કરતો નરાધમ દિનેશને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જયારે હાલમાં તેની પત્ની ગર્ભવતી છે અને ચાર મહિના અગાઉ સંતાન સાથે વતનમાં રહેવા ગઇ હોવાથી દિનેશ હાલમાં એકલો જ રહે છે.
આ પણ વાંચોઃ Surat : આજથી સહારા દરવાજા બ્રિજને પૂર્ણ કરવા રેલવે ટ્રેક ઉપર ગર્ડર મુકવાની કામગીરી કરાશે, બે મહિનામાં બ્રિજને પૂર્ણ કરવાની ગણતરી
આ પણ વાંચોઃ Kutch: નલ સે જલ યોજના ફેઈલ, ભૂજ શહેરમાં પાણી માટે દરરોજ 100 ટેન્કર દોડાવાય છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો