AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર મનપાના નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામની ગુરૂવારે જાહેરાત થશે,આ નામો છે ચર્ચામાં

ગાંધીનગરમાં બુધવારે રાત્રે 8 સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ગાંધીનગર મનપાના શાસક પક્ષના હોદ્દેદારોના નામ પર અંતિમ મોહર લગાવવામાં આવશે.

ગાંધીનગર મનપાના નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામની ગુરૂવારે જાહેરાત થશે,આ નામો છે ચર્ચામાં
Announcing names of new mayor and other office bearers of Gandhinagar Corporation Thursday (File Image)
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:20 PM
Share

ગુજરાતમાં(Gujarat)  ગાંધીનગર મહાનગરપાલિકામાં(GMC) ભાજપનો(BJP) ભગવો લહેરાયા બાદ ગુરુવારે ગાંધીનગરને નવા મેયર(Mayor)  અને અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે. જેની બાદ બુધવારે રાત્રે 8 સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel)  નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ ની બેઠક મળશે. જેમાં ગાંધીનગર મનપાના શાસક પક્ષના હોદેદારોના નામ પર અંતિમ મોહર લગાવવામાં આવશે.

આ દરમ્યાન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયર અને હોદ્દેદારોના નામની આવતીકાલે  મનપાના પ્રથમ બોર્ડમાં જાહેર કરવામાં આવશે.  જેના પગલે  આ નામો  હાલ ચર્ચામાં છે.

જેમાં ગાંધીનગર મહાનગર પાલિકાના ટોટલ 11 વોર્ડની 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જેમાં

જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો  Sc 5 + 1 જનરલ ઉમેદવાર SC બેઠક પરથી લડયા હતા પાટીદાર 12 ક્ષત્રિય 7 બ્રાહ્મણ 5 ઠાકોર 7 Obc 3 St 1

મેયર પદ સરકારી રોસ્ટર મુજબ અઢી વર્ષ માટે SC સભ્ય માટે આરક્ષિત

જ્યારે હાલ મેયર પદ સરકારી રોસ્ટર મુજબ અઢી વર્ષ માટે SC સભ્ય માટે આરક્ષિત છે. જેના પગલે મેયરની રેસમાં ભાજપમાંથી વિજયી બનેલા હિતેશ મકવાણા અને ભરત દીક્ષિતના નામ રેસમાં છે.

ડેપ્યુટી મેયરનું પદ મહિલા સભ્યને મળી શકે

તેમજ જો મેયર પદ પુરુષ સભ્યના ફાળે જાય તો ડેપ્યુટી મેયરનું પદ મહિલા સભ્યને મળી શકે છે. જેમાં પણ આ પદ સવર્ણ એટલે કે બ્રાહ્મણ અથવા ક્ષત્રિય મહિલાને મળી શકે છે. જેમાં 4 નામ રેસમાં છે.

1. હેમા ભટ્ટ 2. શેલજા ત્રિવેદી 3. અંજના મહેતા 4 . છાયા ત્રિવેદીનું નામ ચર્ચામાં છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદાર ચહેરો 

આ ઉપરાંત મહાનગરપાલિકામાં મહત્વ નું સ્થાન એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું છે. જેમાં હાલ પાટીદાર કોર્પોરેટરને તે પદ મળી શકે છે. જેમાં પણ ત્રણ નામની ચર્ચા ચાલી રહી છે. 1 મહેન્દ્ર દાસ 2 જશુભાઈ પટેલ 3 રાજુ પટેલ

જ્યારે પક્ષના નેતા તરીકે ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપવામાં એવી શકયતા છે. જેમાં હાલ 1. પદમ સિંહ ચૌહાણ, 2 અનિલસિંહ વાઘેલા, 3. જશપાલસિંહ બીહોલા ના નામ  હાલ ચર્ચામાં છે.

આ ઉપરાંત દંડક તરીકે ઠાકોર સમાજને પણ સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જેમાં હાલ નટુજી ઠાકોર અને માણેક જી ઠાકોરના નામ ચર્ચામાં છે.

આ પણ વાંચો :  ગુજરાતના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, હવે લાંચિયા કર્મચારીઓની ખેર નથી

આ પણ વાંચો : અતિવૃષ્ટિ મામલે સરકારે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, 2.80 લાખ ખેડૂતોને મળશે લાભ

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">