અંકલેશ્વરના 137 કિલોના મેદસ્વી વ્યક્તિએ કોરોનાને આપી માત, વિશ્વનો પ્રથમ કિસ્સો હોવાનો દાવો

|

Sep 21, 2020 | 2:08 PM

કોરોનાને લઈ હકીકત કરતા અનુમાનો વધુ જોવા મળે છે જે મુજબ મેદસ્વી વ્યક્તિ માટે કોરોના પ્રાણઘાતક હોવાના અનુમાનને અંકલેશ્વરના જનક શાહે ખોટું પાડ્યું છે. 137 કિલો વજનના જનક શાહે કોરોનાને માત આપી છે. કહેવાય છે કે હકારાત્મકતા કોઈપણ મુશ્કેલી હલ કરવાની શક્તિ ધરાવે છે. આ વાતને 137 કિલો વજનના જનક શાહે સાર્થક કરી બતાવી છે. […]

અંકલેશ્વરના 137 કિલોના મેદસ્વી વ્યક્તિએ કોરોનાને આપી માત, વિશ્વનો પ્રથમ કિસ્સો હોવાનો દાવો

Follow us on

કોરોનાને લઈ હકીકત કરતા અનુમાનો વધુ જોવા મળે છે જે મુજબ મેદસ્વી વ્યક્તિ માટે કોરોના પ્રાણઘાતક હોવાના અનુમાનને અંકલેશ્વરના જનક શાહે ખોટું પાડ્યું છે. 137 કિલો વજનના જનક શાહે કોરોનાને માત આપી છે.

કહેવાય છે કે હકારાત્મકતા કોઈપણ મુશ્કેલી હલ કરવાની શક્તિ ધરાવે છે. આ વાતને 137 કિલો વજનના જનક શાહે સાર્થક કરી બતાવી છે. જેણે ઈલાજ સાથે હકારાત્મકતા અને કોરોનાને હરાવવાના દ્રઢ નિર્ધારથી કોરોનાને હરાવ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

મેદસ્વીતાના કારણે સરળતાથી હરવું ફરવું પણ મુશ્કેલ અને હાંફી જવાની સમસ્યાઓનો અગાઉથી જ સામનો કરનાર જનક શાહને જયારે નિમોનિયાના લક્ષણ નજરે પડયા ત્યારે પડકારજનક સ્થિતિ સર્જાઈ હતી. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા જનક શાહ પરિસ્થિતિ ગંભીર હોવાની વાતથી વાકેફ હતા. જેમણે તબીબી સારવાર સાથે આત્મવિશ્વાસ ડગવા દીધો ન હતો. જેના પરિણામ સ્વરૂપ 17 દિવસની સારવાર બાદ જનક શાહ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોરોનાને માત આપનાર 137 કિલોના દર્દી જનક શાહ જણાવી રહ્યા છે કે તેમની તબિયત લથડયા બાદ સારવાર સાથે તેમણે કોરોનાને હરાવી ઘરે પરત જવાનું જ છે તેવો નિર્ધાર અને આત્મવિશ્વાસ ટકાવી રાખ્યો. કોરોના વોરિયર્સ એવા તબીબી સ્ટાફની દેખરેખ સાથે દિવસમાં કલાકો સુધી ઊંધા સૂવાથી તેમના ફેફસા રિકવર કરવામાં તેમણે સફળતા હાંસલ થઈ હતી.

પોતાના સ્વાસ્થ્યની પરવાહ કર્યા વગર રાત-દિવસ કોરોનાના દર્દીઓના ઈલાજ માટે ખડે પગે રહેનાર કોરોના વોરિયર્સ મેડિકલ સ્ટાફે ચમત્કાર સમાન જનકને સાજા કર્યા હતા. 49 વર્ષની ઉંમર અને 137 કિલો વજનના જનક શાહને તબીબોએ કોરોનાની HOPS પદ્ધતિથી સારવાર આપવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જનક શાહને કોરોનાની સારવાર આપનાર ડો. દર્શન બેન્કરે જણાવ્યું કે જનક શાહનો કેસ રેરેસ્ટ કેટેગરીનો હતો. સામાન્ય વ્યક્તિ કરતા બમણા વજનના કારણે તેમણે અપાતી દવાનો ડોઝ વધુ આપવો પડતો હતો સાથે તેની આડઅસર ન આવે તેનું પણ ધ્યાન રખાતું હતું. જનક શાહમાં ખુબ પોઝટિવિટી જોવા મળી હતી. જે સારવાર સાથે માનસિક ઈલાજનું પણ કામ કરતા દર્દી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં સાજો થઈ ઘરે પરત ફર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોનાના રોગ કરતા રોગનો ભય વધુ તકલીફ આપતો હોય છે, ત્યારે ઈલાજ સાથે હકારાત્મક અભિગમ ચોક્કસ સારૂ પરિણામ આપતું હોવાનું જનક શાહ જેવા લોકોના ઉદાહરણ સાબિત કરે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:33 am, Wed, 29 July 20

Next Article